પેલેસ ઓન વ્હીલ્સ ટ્રેન હવે ધાર્મિક સ્થળો પર પણ જશે

  • February 08, 2024 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજસ્થાનની રોયલ ટ્રેન પેલેસ ઓન વ્હીલ્સ હવે ધાર્મિક સ્થળોની ટુર પર પણ લઈ જશે. નવી દિલ્હીથી પ્રયાગરાજ, વારાણસી થઈને અયોધ્યા જશે. ત્યાંથી મથુરા છ દિવસ પછી વૃંદાવન થઈને દિલ્હી પરત ફરશે. પેલેસ ઓન વ્હીલ્સની આ ધાર્મિક યાત્રામાં ફકત ભારતીયો જ જઈ શકશે. ટ્રેનની ધાર્મિક યાત્રા મે મહિના સુધીમાં શ થવાની શકયતા છે. ૪૨ વર્ષ બાદ ટ્રેનનો ટ બદલવામાં આવી રહ્યો છે. ટ્રેન ધાર્મિક સ્થળોની યાત્રાએ જવાની હોવાથી મુસાફરોના ફડ મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોને ન તો દા પીરસવામાં આવશે અને ન તો લંચ–ડિનરમાં લસણ–ડુંગળીનું શાક મળશે. સામાન્ય મુસાફરી દરમિયાન ટ્રેનમાં નોન–વેજ અને દા પીરસવામાં આવે છે, કારણ કે તેમાં વિદેશી પ્રવાસીઓ પણ હોય છે. ૭ કરોડના ખર્ચે ટ્રેનને નવો લુક આપવામાં આવ્યો છે.

આ ટ્રેન ૨૬ જાન્યુઆરી, ૧૯૮૨ના રોજ શ કરવામાં આવી હતી. તે દિલ્હીથી જયપુર, સવાઈ માધોપુર, ચિત્તોડગઢ, ઉદયપુર, જોધપુર, ભરતપુર અને આગ્રા થઈને ચાલે છે. દિલ્હી પરત ફરે છે. અત્યાર સુધી આ ટ્રેન વર્ષના આઠ મહિના ચાલતી હતી. હવે તેને ૧૨ મહિના માટે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાંથી તે બે મહિના સુધી ધાર્મિક યાત્રા કરશે.ટ્રેન મેનેજમેન્ટે મે–જૂનમાં પ્રસ્તાવિત પ્રથમ ધાર્મિક યાત્રાનો ટ પણ નક્કી કર્યેા છે. ટ્રેનની અયોધ્યાની ધાર્મિક યાત્રા દિલ્હીથી શ થશે અને અહીંથી ટ્રેન વારાણસી અને પ્રયાગરાજ થઈને અયોધ્યા પહોંચશે, ત્યારબાદ તે મથુરા–વૃંદાવન થઈને દિલ્હી પહોંચશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application