જોડિયામાં ૨૦૦૧ ના ભુંકપ પહેલાં અને ત્યાર પછી ગામમાં સરકારના અનેક વિભાગના મકાનો માત્ર ઈતિહાસ ધરાવે છે. અમુક સરકારી કચેરીઓનું સથાંળતર જોડિયાથી ૨૨ કિલો મીટર દૂર ધ્રોલની કચેરીમાં કરવામાં આવ્યું છે.અને જોડિયામાં જે તે વિભાગોની કચેરીનું મકાન જર્જરીત અથવા પડીને પાધાર થઈ ચુકયું છે.
વરસો પહેલાં જોડિયાના માંડવી ચોક વિસ્તારમાં પી. ડબલ્યુ ડી.ના મકાનમાં" ન્યાયાલય " કચેરી કાર્યરત હતી. આ કચેરી પાસે જોડિયા બજારનો મુખ્ય રસ્તો હતો. ૮૦ના દાયકાથી કચેરીનું લક્ષ્મી પરામાં સથાંળતર થતાં હાલમાં સરકારી મકાન બંધ હોવાથી સમયના મારથી અત્યંત જર્જરીત થઇ જતાં પી.ડબ્લ્યુ.ડી. દ્વારા જાહેર જનતાને મકાન અતિ જર્જરીત અને ભયજનક બની જવા અંગે અને તેનાથી સલામત સ્થળે દૂર રહેવા સુચના અપાઈ છે.