રાજકોટ શહેરના પુર્વ નગરસેવક, ભાજપ અગ્રણી અને ખોડલધામથી દુર થઈને હાલ સરદારધામના ઉપપ્રમુખ બનેલા જયંતી સરધારા પર ગઈકાલે રાત્રીના એક પાર્ટી પ્લોટના પાકગમાં થયેલા ખુની હુમલાના બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નરેશભાઈ પટેલના નજીકના ગણાતા પીઆઈ સંજય પાદરીયા સરધારા આવતા જ તેના પર સીધા તુટી પડયા હતા. આ ઘટનાને લઈને પાટીદાર સમાજની બે સામાજીક સંસ્થાઓ ખોડલધામ અને સરદારધામ વચ્ચેની વર્ચસ્વની લડાઈ લોહીયાળ બની છે. ઈજાગ્રસ્ત સરધારાએ પીઆઈ પાદરીયા સામે હથીયાર વડે હુમલો કરી હથીયાર તાકી જાનથી મારી નાખવાની ધમકી આપી હત્યાનો પ્રયાસ કર્યેા હોવાના આરોપસર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પણ સરધારાએ નરેશ પટેલના ઈશારે પાદરીયાએ હુમલો કર્યાના આક્ષેપો કર્યા છે. આ ઘટનાએ પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે.
કોઠારીયા રોડ પરના હરી ધવા રોડ શ્રીરામ પાર્ક–૧માં રહેતા ભાજપ અગ્રણી જમીનના મોટા ધંધાર્થી તેમજ કારખાનેદાર જયંતી સરધારા ગઈકાલે તેના મિત્ર ધર્મેશભાઈ ગીરધરભાઈ કોરાટના પુત્રના લમાં મવડી–કણકોટ રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટના રીસોર્ટમાં પોતાની જીજે૦૩જી એમબી ૮૧૧૮ નંબરની ઓડી કાર લઈને ગયા હતા. રાત્રીના ૮.૩૦ વાગ્યાના અરસામાં પાર્ટી પ્લોટના પાકગમાં ઉભેલા પીઆઈ સંજય પાદરીયા સીધા જ જયંતી સરધારા પર હત્પમલો કર્યેા હતો. મુકા કે હાથમાં કોઈ હથીયાર વડે મારતા મારતા સાઈડમાં લઈ ગયા હતા. ફરી પાછા જયંતી સરધારાની કાર પાસે બન્ને આવ્યા હતા જયાં બોલાચાલી થઈ અને મારામારી થઈ હતી.
જયંતી સરધારા પોતાની કારમાં બેસીને નીકળવા જતા હતા ત્યારે ફરી કારમાંથી નીચે ઉતારીને માથાકુટ કરી હતી અને ત્યાર બાદ સરધારા કાર ડ્રાઈવ કરીને નીકળી ગયા હતા. આ પ્રકારના સીસીટીવી ફટેજ વાયરલ થયા છે.
ઈજાગ્રસ્ત સરધારા ૧૫૦ ફત્પટ રીંગરોડ પર આવેલી ગિરીરાજ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેણે મીડિયા સમક્ષ પોતે અગાઉ ખોડલધામ સાથે સંકળાયેલા હતા અને હાલમાં પણ સામાજીક પ્રવૃતિ હોય તો ભાગ લે છે. પરંતુ થોડા વખતથી સરદારધામના સૌરાષ્ટ્ર્ર ઝોનના ઉપપ્રમુખ બન્યા હતા જે વાત સંજય પાદરીયા અને નરેશ પટેલને ખુંચી હતી. જેને લઈને જૂનાગઢ ટ્રેનીંગ સેન્ટરમાં ફરજ બજાવતા પીઆઈ સંજય પાદરીયાએ પોતાના પર હીચકારો હત્પમલો કર્યેા હતો અને પીસ્તોલ જેવા હથીયાર વડે માથાના ભાગે ઘા મારી ઢીકાપાટુ માર્યા હતા. દેકારો થતાં અન્ય લોકો આવી જતાં પાદરીયા સહિતના ત્યાંથી ચાલ્યા ગયા હતા. નરેશ પટેલના કહેવાથી સંજયે પોતાના પર (જયંતી) હત્પમલો કર્યાનું સરધારાએ આક્ષેપ કર્યેા છે.
સરદારધામ ઉભું થતાં આ લોકોને ગમ્યું નથી અને કાર્યકર્તા રોકે છે. મને સરદારધામમાંથી રાજીનામુ આપી દેવા માટે ધમકી આપી હતી અને કહ્યું હતું કે, તે બહત્પ બોર્ડ માર્યા છે, બહત્પ હાઈલાઈટ થાશ, બહત્પ ટ્રસ્ટી બનાવે છે. અમે નકકી કરી લીધું છે કે, તને મારી નાખવો છે. સરદારધામ ઉંચુ આવે તે નથી ગમતું. હત્પમલામાં નરેશભાઈ જવાબદાર હોવાનું અને પાદરીયાએ એવું પણ કહ્યું કે, નરેશભાઈએ અમને છૂટ આપી છે જે ટબટબ કરે તે સરદારધામમાં જોડાઈ તેને જાનથી મારી નાખવાના છે. મને ન્યાય મળવો જોઈએ તેવું સરધારાએ મીડિયા સમક્ષ કથન કયુંર્ હતું.
બનાવ સંદર્ભે એસીપી બી.જે.ચૌધરી તેમજ અન્ય પોલીસ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. તાલુકા પોલીસ મથકના પીઆઈ હરીપરા તથા સ્ટાફે સંજય પાદરીયા વિરૂધ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પાદરીયાને શોધવા માટે તેના નિવાસસ્થાન અને અન્ય સ્થળોએ સર્ચ હાથ ધયુ હતું. જો કે, આરોપી પાદરીયા પોલીસને હાથ લાગ્યા ન હતા. બનાવ સ્થળના સીસીટીવી ફટેજ પણ પોલીસે કબજે કર્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech