મુંબઈમાં નેવીની એક સ્પીડબોટ પેસેન્જર ફેરી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ૧૪ લોકોના મોત થયા હતા અને કેટલાક લોકો હજુ પણ ગુમ છે અને તેમની શોધ ચાલી રહી છે.તેવામાં એક સનસનીખેજ બાબત સામે આવી છે અને આ દુર્ઘટનામાં બચી ગયેલા યુવાને દાવો કર્યેા છે કે નૌકાદળની સ્પીડબોટનું એન્જીન ફેલ ન હતું, એ બોટનો ડ્રાઈવર સ્ટટં કરી રહ્યો હતો, તે મસ્તીના મુડમાં હતો અને આ ઘટના બની.નોંધનીય છે કે નેવીની સ્પીડબોટ અને ફેરી વચ્ચેની અથડામણમાં ૧૪ લોકોના મોત થયા હતા..
સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર પાલઘર જિલ્લાની નજીક સ્થિત નાલાસોપારાના શાકભાજી વિક્રેતા ગૌરવ ગુા તેની કાકી અને અન્ય સંબંધીઓ સાથે ઘાટ પર મુસાફરી કરી રહ્યા હતા. ગયા અઠવાડિયે તેની કાકી અને અન્ય સંબંધીઓ તેના લમાં હાજરી આપવા મુંબઈ આવ્યા હતા. પીટીઆઈ સાથે વાત કરતા ગૌરવે કહ્યું, હત્પં તે બધાને બહાર ફરવા લાવ્યો હતો. મને ખબર ન હતી કે આ તેમના જીવનનો છેલ્લો દિવસ હશે.
વાતચીત દરમિયાન સૌરભે નૌકાદળના એ દાવાને પણ ફગાવી દીધો હતો કે અકસ્માત એન્જિનની ખામીને કારણે થયો હતો. તેણે કહ્યું, નૌકાનો ડ્રાઈવર મસ્તીભર્યા મૂડમાં હતો અને સ્ટટં કરી રહ્યો હતો. અન્ય મુસાફરોની જેમ તે પણ તે સ્પીડબોટનો વીડિયો બનાવવામાં વ્યસ્ત હતો. અચાનક ડ્રાઈવરે સ્પીડબોટ ફેરવી અને થોડી જ સેકન્ડોમાં તે અમારી ફેરી સાથે અથડાઈ. અથડામણ થઈ ત્યારે ફેરી પરના ઘણા મુસાફરોએ લાઇફ જેકેટ પહેર્યા ન હતા.
સૌરભે કહ્યું, સ્પીડબોટમાં મુસાફરી કરી રહેલો એક વ્યકિત અમારી બોટ પર આવીને પડો. ટક્કર બાદ તરત જ બોટ સામાન્ય રીતે આગળ વધી રહી હતી. અમે માની લીધું કે અમે સુરક્ષિત છીએ, પરંતુ ટૂંક સમયમાં જ બોટ ડૂબવા લાગી. પીડિતાએ જણાવ્યું કે આ અકસ્માતમાં તેની કાકીનું મોત થયું હતું.
બુધવારે સાંજે લગભગ ૪ વાગ્યાની આસપાસ નેવીની સ્પીડ બોટનું એન્જિન ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું. મુંબઈના કરજાં પાસે તેના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને તે નીલ કમલ નામની પેસેન્જર ફેરી સાથે અથડાઈ હતી. ફેરી બોટ મુસાફરોને ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા આઈલેન્ડ તરફ લઈ જઈ રહી હતી, જે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech