ગુજરાતમાં સોમનાથ મંદિર પાસે દરગાહ અને ઇદગાહ સહિત અનેક કથિત ગેરકાયદે બાંધકામો પર બુલડોઝરની કાર્યવાહીનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. મુસ્લિમ પક્ષે આ કાર્યવાહીને સુપ્રીમ કોર્ટની તિરસ્કાર ગણાવતી અરજી દાખલ કરી છે. મુસ્લિમ પક્ષે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના આદેશના આધારે અદાલતમાં ૧ ઓકટોબર સુધી તેની મંજૂરી વિના તોડી પાડવા પર પ્રતિબધં મૂકયો હતો.
આ અવમાનનાની અરજી પટણી મુસ્લિમ ટ્રસ્ટ તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને ગીર સોમનાથના કલેકટર અને ગુજરાતના અધિકારીઓ દ્રારા ગેરકાયદેસર ડિમોલિશન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે.
ધ લાઈફ લોના રિપોર્ટ અનુસાર, બુલડોઝર એકશન મામલે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરતા કથિત ગેરકાયદેસર તોડફોડ વિદ્ધ અસમના ૪૭ રહીશો દ્રારા સુપ્રીમ કોર્ટ સમક્ષ બીજી અવમાનની અરજી દાખલ કરવામાં આવી છે. પ્રભાસ પાટણના પટણી મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી ટ્રસ્ટ, સમસ્ત પટણી મુસ્લિમ જમાત દ્રારા કરાયેલી અરજીમાં ગુજરાત સત્તાવાળાઓ દ્રારા ૨૮ સપ્ટેમ્બરના રોજ કોઈ નોટિસ અને સુનાવણીની તક આપ્યા વિના મુસ્લિમ ધાર્મિક અને રહેણાંક સ્થળોને ગેરકાયદેસર રીતે તોડી પાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તરદાતાઓએ ૨૮–૯–૨૦૨૪ના રોજ વહેલી સવારે મસ્જિદો, ઇદગાહ, દરગાહ સહિતના સદીઓ જૂના મુસ્લિમ ધાર્મિક સ્થળોને કોઈપણ સૂચના અને સુનાવણી વગર તોડી પાડી હતી. અરજદારનો દાવો છે કે, ગુજરાતમાં સત્તાવાળાઓએ કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વિના ડિમોલિશન હાથ ધરીને ૧૭ સપ્ટેમ્બરના આદેશનું ઉલ્લંઘન કયુ છે. અરજીમાં તિરસ્કારની કાર્યવાહી શ કરવાની માંગ કરવામાં આવી છે અને ગુજરાત રાયના મુખ્ય સચિવ, ગીર સોમનાથના કલેકટર, એસપી અને અન્યને પક્ષકાર બનાવ્યા છે. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચ આજે આ અરજી પર સુનાવણી કરશે.
ભાષા અનુસાર, સુપ્રીમ કોર્ટે ૧૭ સપ્ટેમ્બરે પોતાના આદેશમાં દેશભરમાં સત્તાવાળાઓને તેની પરવાનગી વિના ૧ ઓકટોબર સુધી ફોજદારી કેસના આરોપીઓ સહિતની મિલકતોને તોડી પાડવા પર પ્રતિબધં મૂકયો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો ગેરકાયદેસર ડિમોલિશનનો એક પણ કેસ છે તો તે આપણા બંધારણના મૂલ્યોની વિદ્ધ છે. જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. જસ્ટિસ વી. વિશ્વનાથનની બેન્ચે સ્પષ્ટ્રતા કરી હતી કે તેનો આદેશ જાહેર રસ્તાઓ, ફટપાથ વગેરે પર બનેલા અનધિકૃત બાંધકામોને લાગુ પડશે નહીં. ખંડપીઠે કહ્યું હતું કે, કેસની આગામી સુનાવણીની તારીખ ૧ ઓકટોબર સુધી આ કોર્ટની પરવાનગી મેળવ્યા વિના કોઈ ડિમોલિશન કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટમાં એવી અરજીઓ પર સુનાવણી ચાલી રહી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઘણા રાયોમાં ગુનાહિત કેસમાં આરોપીઓની મિલકતો તોડી પાડવામાં આવી રહી છે.
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પરથી કથિત રીતે અતિક્રમણ દૂર કરવા માટે ૨૮ સપ્ટેમ્બરના રોજ હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન ૧૩૫ લોકોની અટકાયત કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરના સ્થળ વેરાવળના પ્રભાસ પાટણ ખાતે સરકારી જમીન પરના અનધિકૃત બાંધકામોને દૂર કરવાના ઓપરેશન માટે સેંકડો પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, વહેલી સવારે શ થયેલા ઓપરેશન દરમિયાન ધાર્મિક બાંધકામો અને કોંક્રીટના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને . ૬૦ કરોડની કિંમતની લગભગ ૧૫ હેકટર સરકારી જમીનને મુકત કરવામાં આવી હતી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ૫૨ ટ્રેકટર, ૫૮ બુલડોઝર, બે હાઇડ્રા ક્રેન્સ, પાંચ ટ્રક, બે એમ્બ્યુલન્સ અને ત્રણ ફાયર એન્જિન કામમાં સામેલ હતા. આ કાર્યમાં વરિ પોલીસ અને જિલ્લા વહીવટી અધિકારીઓની સાથે ૭૮૮ પોલીસ કર્મચારીઓ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (જછઙઋ)ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech