પોરબંદરમાં રાજયસભાના સાંસદ સહિત મંત્રીએ લીધી કોવિડ હોસ્પિટલની મુલાકાત

  • May 17, 2021 07:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદરમાં રાજયસભાના સાંસદ સહિત મંત્રીએ લીધી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
પોરબંદર જીલ્લામાં સંભવિત વાવાઝોડા અંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનું નિરીક્ષણ કયર્િ બાદ મંત્રીએ પોરબંદર સિવિલ હોસ્પિટલ કોરોના વોર્ડની મુલાકાત લઇ કોરોનાના દર્દીઓને અપાય રહેલી સારવારનું નિરીક્ષણ કર્યુ હતું. પોરબંદરમાં સંભવિત વાવાઝોડું આવે તો કોરોનાના દર્દીઓની સારવારમાં કોઇપણ પ્રકારની અસર ન થાય અને શ્રેષ્ઠ સારવાર મળતી રહે એ માટે જીલલા વહીવટીતંત્ર દ્વારા આગોત આયોજન કરવામાં આવ્‌યું છે. દવાનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. ઓકસીજનનો ત્રણ દિવસ સુધી ચાલે તેટલો જથ્થો અને બીજી કોવીડ નર્સિંગ કોલેજ હોસિપટલ ખાતે સ્ટોક કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં જો વાવાઝોડાની અસરને લીધે વીજ પુરવઠો ખોરવાઇ જાય તો વીજળીની વ્યવસ્થા ચાલુ રહે તે માટે જનરેટર મુકવામાં આવ્યા છે. મંત્રી જયેશભાઇ રાદડીયાએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના દર્દીઓની સારવાર પર કોઇ અસર ન થાય તે માટે કરવામાં આવી રહેલી કામગીરી અંગે સંતોષ વ્યકત કર્યો હતો.  તેઓએ પોરબંદર ખાતે તબીબી અધિકારીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને કોરોનાની કામગીરી અને હાલની વ્યવસ્થા અને પૂર્વ તૈયારી વાવાઝોડાની સંભવિત અસર અંગે કરવામાં આવેલી કામગીરી એમ તમામ મુદ્દે સમીક્ષા કરી જરી માર્ગદર્શન પણ આપ્યું હતું.   પોરબંદરમાં ચાલુ વરસાદમાં કોરકોનાના દર્દીઓને મળી રહેલી સારવારનું નિરીક્ષણ કર્યુ હતું અને આ વેળાએ તેમની સાથે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા કલેકટર અશોક શમર્,િ જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી, એસ.પી. રવી મોહન સૈની, અધિક કલેકટર રાજેશ તન્ના, ડીવાયએસપી તેમજ એસડીએમ, સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS