પોરબંદરના ધારાસભ્ય જે શાળામાં ભણ્યા હતા એજ શાળામાં તેમનું ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે શાળા ગૌરવ સન્માન કરવામાં આવ્યુ હતુ ત્યારે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નવયુગ વિદ્યાલયમાં સન્માન
નવયુગ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત નવયુગ વિદ્યાલયમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાનો સન્માન સમારોહ યોજવમાં આવતા નવયુગ એજ્યુકેશન સોસાયટી, નવયુગ એલુમની એસોસીએશનના હોદ્ેદારો, દાતાઓ, જિલ્લા શિક્ષણ તંત્રના પદાધિકારીઓ, અધિકારીઓ, વિવિધ શિક્ષણસંસ્થાના આચાર્યો સહિત શિક્ષણવિદ્ો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાનું અદકેરુ અભિવાદન થયુ તે ગૌરવવંતી ક્ષણોના સાક્ષી પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા ડો. સુરેશ ગાંધી, નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, અગ્રણી સામતભાઇ ઓડેદરા સહિત વિશાળ સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સન્માનપત્ર અર્પણ
નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સામતભાઇ ઓડેદરા, નવયુગ એલુમની એસોસીએશન ફેઝ-૨ના પ્રમુખ ડો. ઉષા પરીખ અને પ્રિન્સિપાલ તુષારભાઇ પુરોહિત દ્વારા તૈયાર કરવામાં આવેલ સન્માનપત્ર અર્પણ કરતા અર્જુનભાઇ મોઢવાડીયાને એવું જણાવાયુ હતુ કે પોરબંદર શહેરમાં શિક્ષણ ક્ષેત્રે ગૌરવપૂર્ણ ઇતિહાસ ધરાવતી અને વિદ્વાન કવિ સ્વ. પૂજ્ય દેવજીભાઇ રા.મોઢા સ્થાપિત તેમજ નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવયુગ વિદ્યાલયના આપ ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂકયા છો. આજના આ શુભ દિને અમો આપને આ સન્માનપત્ર અર્પણ કરતાં ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ.આપના શાળાકીય વિદ્યાર્થીકાળ બાદ કુશળ એન્જિનિયર તરીકેની સફળ કારકિર્દીથી આપે સંતોષ ન માનીને લોકોપયોગી સેવાકાર્યો કરવાના નિર્ધાર સાથે રાજકીય ક્ષેત્રે પદાર્પણ કર્યુ. આ શાળાના સ્થાપકશ્રીના લોકસેવાના સિધ્ધાંતોને ખરા અર્થમાં ચરિતાર્થ કરવાના શુભાશય સાથે આપે રાજકીય ક્ષેત્રે પણ અભૂતપૂર્વ સિધ્ધિઓ અને અપાર લોકચાહના મેળવી છે. શાળાકક્ષાએ મેળવેલ આપની સિધ્ધિઓ માત્ર વ્યક્તિગત ન રહેતા રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે લોકોપયોગી બની રહી છે. સેવા સંસ્કાર વારસામાં પ્રાપ્ત કરી આપે આપના વિદ્યાર્થી જીવનથી ધારાસભ્ય સુધીની સફર અભૂતપૂર્વ સફળતાથી પૂર્ણ કરી.આપ આમ જ વિશાળ ફલક પર લોકહિતના કાર્યો દ્વારા લોકસેવાનો મૂળમંત્ર સાર્થક કરો અને રાજકીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી નવયુગ વિદ્યાલય પરિવાર તરફથી અઢળક શુભેચ્છાઓ તેમ જણાવીને શાળા ગૌરવ સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યુ હતુ.
આગેવાનોની ઉપસ્થિતિમાં થયા ઉદ્બોધન
પોરબંદર શહેરની જૂની અને અગ્રેસર કવિ દેવજીભાઇ મોઢા સ્થાપિત અને નવયુગ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત નવયુગ વિદ્યાલયમાં આ જ શાળામાં ૧૯૭૫માં અભ્યાસ કરી ચૂકેલા વર્તમાન ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાન સન્માન સમારોહ યોજાયો હતો.
સન્માન સમારોહમાં પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, પોરબંદર છાયા નગર સેવા સદનના પ્રમુખ ચેતનાબેન તિવારી, મહેર અગ્રણી સામતભાઇ આર. ઓડેદરા, ડો. સુરેશ ગાંધી, નવયુગ એલુમની એસોસીએશન ફેઝ-૨ના હોદેદારો ગીરીશભાઇ બખાઇ (અમવાદાદ), પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ ડામોર, ડઢાણીયા અને પાણખાણીયા તથા સ્ટાફ તેમજ આમંત્રિત જુદી જુદી સંસ્થાના હોદ્ેદારો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી હાજર રહ્યા હતા.
સમારોહ આરંભે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાત થયા બાદ પ્રાસંગિક ઉદ્બોધન શાળાના આચાર્ય તુષારભાઇએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. નવયુગ એલુમની એસોસીએશન ફેઝ-૨ના ટ્રેઝરર ગિરીશભાઇ બખાઇએ પોતાના વખતમાં શાળાના બન્ને બિલ્ડીંગના રીનોવેશનમાં યોગદાન આપનારા તમામ દાતાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આભાર માની બાકી રહેલ શાળાના વિજ્ઞાનભવનના રીનોવેશનની શઆત ટુંક સમયમાં કરવાની માહિતી આપી હતી.
પી.વી. ગોહેલ પોતે પણ નવયુગ વિદ્યાલયના જ વિદ્યાર્થી હોય શાળાના જૂના સ્મરણો તથા ઇજનેરી કોલેજના સહઅભ્યાસી અર્જુનભાઇ સાથેના સંસ્મરણોને યાદ કર્યા હતા. એસોસીએશનના સભ્ય વિજયભાઇ ઉનડકટે પોતાના વકતવ્યમાં વિજ્ઞાનભવન રીનોવેશનના આગામી પ્રોજેકટને ખૂબજ સફળતાથી પૂર્ણ કરવાનો વિશ્ર્વાસ રજૂ કરતા વિજ્ઞાનભવનની તમામ લેબોરેટરીઓને પણ વધુ આધુનિક અને સાધનોથી સુસજ્જ બનાવવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો.
પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયાએ પોતાના વકતવ્યમાં પોતાના વિદ્યાર્થીકાળના સ્મરણો યાદ કરીને વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમના સરકારી શાળાના ઉચ્ચ શિક્ષણની માહિતી આપીને મહેનત કરીને ઉત્તમ કારકિર્દી બનાવી શકાય છે તે માહિતી આપીને મોબાઇલનો ઉપયોગ માત્રને માત્ર અભ્યાસ માટે જ કરવા ખાસ તાકીદ કરી હતી.
સન્માનિત ધારાસભ્યનું તમામ મહાનુભાવોના હસ્તે મોમેન્ટો અને ખાદીવસ્ત્રથી બહુમાન થયા બાદ પોતાના પ્રવચનમાં ખૂબ લાગણીસભર બનીને વિદ્યાર્થી સમયના પોતાના સ્મરણો યાદ કરીને આચાર્ય પૂ. દેવજીભાઇ મોઢાના શિક્ષણ અને સંચાલનની ખૂબ પ્રશંસા કરી હતી. જે શાળામાં અભ્યાસ કર્યો એ જ શાળામાં સન્માન થયું એ પ્રસંગે ભાવવિભોર બન્યા હતા અને તમામા વિદ્યાર્થીઓને એવી જ ભવ્ય કારકિર્દી બનાવવા મહેનત કરવા સમજણ આપી હતી. શાળાના વિકાસમાં ગમે ત્યારે પોતે પણ સહકાર સહયોગ આપશે તેવો પ્રતિભાવ આપેલ હતો.
આ પ્રસંગે પી.જી.વી.સી.એલ. દ્વારા આયોજીત ‘ઉર્જા બચાવો’ વિષયની વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પી.જી. વી.સી.એલ.ના ડામોર દ્વારા વિદ્યાર્થીઓને ઉર્જા બચતની પ્રેરણા આપત એક વકતવ્ય પણ આપવામાં આવેલુ હતું.
નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સામતભાઇ ઓડેદરા સંજોગોવસાત હાજર ન રહી શકતા તેઓએ સંદેશ દ્વારા ધારાસભ્યનો નવયુગ અને બાલુબા ક્ધયાવિદ્યાલયમાં આપેલ સાથ સહકાર બદલ આભાર માનીને શુભેચ્છાઓ આપી હતી. મંત્રી નવયુગ એલુમની એસોસીએશન ફેઝ-૨ના પ્રમુખ ડો. ઉષાબેન પરીખ(મુંબઇ) તથા કિશોરભાઇ ઉનડકટ (ગાંધીધામ)એ આ પ્રસંગે સંજોગવસાત હાજર ન રહી શકયાના ખેદ સાથે ધારાસભ્યને ખૂબ ગૌરવથી અભિનંદન તથા શુભેચ્છા સંદેશ પાઠવેલ હતા.
સમારોહના અંતે તમામ મહાનુભાવો સાથે શાળાના તમામ શિક્ષક ભાઇ-બહેનો અને અન્ય સ્ટાફનો ગૃપ ફોટો લઇને આ સમારોહની યાદગીરી બનાવવામાં આવેલ હતી. અંતમાં, શાળાના આચાર્યએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, અન્ય સંસ્થાના અગ્રણીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો તથા આ સમારોહને સફળ બનાવવા જહેમત ઉઠાવનાર શિક્ષકો તથા વિશિષ્ટ ઉદાહરણપ અનોખી ઢબે ઉદ્ઘોષકની ભૂમિકા ભજવનાર ખીમેશભાઇ થાનકીની પ્રશંસા કરીને આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech