ખંભાળીયા, ભાણવડ-સલાયા વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સુવિધા માટે ધારાસભ્યએ ા. 57.30 લાખની ફાળવી ગ્રાન્ટ

  • June 02, 2021 01:19 PM 

વિક્રમભાઇ માડમ દ્વારા કોવીડ હોસ્પિટલમાં વિવિધ સામગ્રીઓ ઉપરાંત ઓકસીજન પ્લાન્ટ બનાવવા અને ઇકો એમ્બ્યુલન્સની સુવિધાઓ પણ ઉપલબ્ધ બનાવાશે

જામખંભાળીયા-ભાણવડ વિસ્તારનાં ધારાસભ્ય દ્વારા હાલના સમયની કોવીડ-19ની મહામારી ઘ્યાને લઇ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક એવા જામખંભાળીયા શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલ માટે કુલ ા.31,80,000ની ગ્રાન્ટ ફાળવી, એક સંપૂર્ણ આઇસીયુ વોર્ડને લગતી કોવીડ-19ના દર્દીઓની તમામ પ્રકારની જરીયાત સંતોષાય તે માટેની મેડીકલ સાધન સામગ્રી જેવી કે, બેડ, આઇવી સ્ટેન્ડ, ઓવર બેડ ટેબલ, ટ્રોલી, ઇસીજી મશીન, ઇસીજી ટ્રોલી, પલ્સ, ઓકસી મીટર, વ્હીલ ચેર, ફ્રીઝ, સેન્ટ્રી ફયુઝ, ઓકસીજન ટાંકી 250 લીટર, સીરીંજ પંપ, ફલો મીટર, ઓકસીજન સેન્ટ્રલ લાઇન તથા સેમી બાયો કેમેસ્ટ્રી, એનેલાઇઝર-કોમ્પ્યુટર સાથે વિગેરે તમામ પ્રકારની દર્દીઓની જરીયાત માટેનાં સાધનો માટે ઉકત દશર્વિેલ રકમની ગ્રાન્ટની ફાળવણી કરી આપેલ છે, જે સાધનોથી એક સંપૂર્ણ આઇસીયુ વોર્ડ તૈયાર થશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક પછીના બીજા નંબરના ભાણવડ શહેરની સરકારી હોસ્પિટલ માટે ઓકસીજન પ્લાન્ટ બનાવવા માટે ઉપરોકત ફાળવેલ ગ્રાન્ટ ઉપરાંત બીજા ા.18,00,000ની ગ્રાન્ટની ફાળવણી પણ કરી આપેલ છે. ઉપરોકત બાબતો ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ત્રીજા મહત્વનાં સલાયા ગામ માટે દર્દીઓની સુવિધા માટે ા.7,50,000 ઇકો એમ્બ્યુલન્સ વીથ ઓકસીજન સીલીન્ડરની પણ ફાળવણી કરેલ છે, જેનું સંચાલન જાળવણી તથા અન્ય જરીયાત મુજબના ખચર્ઓિ સલાયા વાઘેર મુસ્લિમ જમાત સમસ્ત ભોગવશે તથા સંભાળવામાં આવશે તે મુજબની વિગતે ફાળવણી કરવામાં આવેલ છે.

આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા-ભાણવડ વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે કોવીડ-19ની મહામારીની બીજા લહેર તથા સંભવીત ત્રીજી લહેર માટે સરકારી હોસ્પિટલ જામખંભાળીયાને ા.31,80,000 ભાણવડ હોસ્પિટલને ઓકસીજન પ્લાન્ટ માટે ા.18,00,000 અને સલાયા ગામ માટે ઇકો એમ્બ્યુલન્સ વીથ ઓકસીજન સીલીન્ડરની દશર્વિેલ વિગતે ગ્રાન્ટની ફાળવણી કરેલ છે. ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા કોવીડ-19ની મહામારીમાં દર્દીઓની સુવિધા માટે કુલ ા.57,30,000ની ફાળવી આપેલ છે તે મુજબ ધારાસભ્ય વિક્રમભાઇ માડમનાં કાયર્લિયની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS