સિટી બસનો અકસ્માત સર્જનાર ડ્રાઈવર પ્રત્યે આટલી બધી લાગણી? ધારાસભ્ય અને કમિશનર બધા ખબર પૂછવા દોડી ગયા

  • April 16, 2025 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગમખ્વાર દુર્ઘટનાને પગલે મૃતકો અને ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા, ડીસીપી જગદીશ બાંગરવા, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, મ્યુનિ. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર, ડે.મેયર નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજા સહિતના પદાધિકારીઓ દોડી ગયા હતા અને બસ ડ્રાઈવરની હાલત વિશે તબીબો પાસેથી માહિતી મેળવી હતી. બાદમાં પીએમ રૂમએ જઈ મૃતકોની વિગતો મેળવી હતી.


અકસ્માતની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલમાં તાબડતોબ વ્યવસ્થા ઉભી કરાઈ 

સવારમાં બનેલી ગંભીર અકસ્માતની દુર્ઘટનાને પગલે 108 ઇમર્જન્સી એમ્બ્યલન્સ દોડતી થઇ હતી અને સિવિલ હોસ્પિટલ ખાતે સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયા પણ ઇમર્જન્સી વિભાગ ખાતે દોડી ગયા હતા. બનાવને લઈને સિવિલ ના ઇમરજન્સી વિભાગમાં તબીબો અને નર્સીંગ સ્ટાફ, ક્લાસ4ના કર્મચારીઓનેને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા અને આઇસીયુ સહિતના બેડની વ્યવસ્થા કરી તાકીદે દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.

​​​​​​​





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News