પોરબંદરમાં કોરોનાનું સંક્રમણ ધટતાં બુધવારથી કિર્તીમંદિર ખુલશે

  • June 15, 2021 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રવાસીઓ સવારે 7:30 થી સાંજે 7:00 સુધી મુલાકાત લઇ શકશે 

પોરબંદર જીલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ ઓછુ થઇ ગયુ છે તેથી બુધવારથી ગાંધી જન્મસ્થાન કિર્તીમંદિર પણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે.


દેશમાં જે રીતે કોરોનાનું સંક્રમણ ઓછુ થઇ ગયુ છે તે જે રીતે ગાંધીભૂમિ પોરબંદરમાં પણ કોરોનાના કેસ ખુબ જ ઓછા થઇ ગયા છે તેથી પ્રવાસન સ્થળો અને ધર્મસ્થાનો ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે. જેમાં કિર્તીમંદિર પણ હવે ખુલ્લુ રહેશે. ધણાં સમયથી કિર્તીમંદિર બંધ હતું. કોરોનાના કેસ ઉપર કાબુ આવી ગયો છે તેથી બુધવાર તારીખ 16/6થી કિર્તીમંદિર પણ ખુલ્લુ રહેશે. સવારે 7:30 થી સાંજે 7:00 સુધી પ્રવાસીઓ કિર્તીમંદિરની મુલાકાત લઇ શકશે તેમ કિર્તીમંદિરના સંચાલન સમીતીના સભ્ય સચીવ બાટીએ જણાવ્યુ છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS