ભારતીય મૂળના બ્રિટિશ દંપતીને ઓસ્ટ્રેલિયામાં ૩૩ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ભારતીય મૂળના આરતી ધીર અને કંવલજીત રાયજાદા પર ડ્રગ્સ તસ્કરી અને મની લોન્ડરિંગનો આરોપ હતો. પ્રાપ્ત વિગતો મુજબ દંપતી પર ડ્રગ્સ તસ્કરીના ૧૨ અને મની લોન્ડરિંગના ૧૮ કેસ ચાલતા હતા, આ કેસમાં દંપતી દોષિત ઠરતા ૩૩ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.આ ૬૦૦ કરોડના ડ્રગ્સ ડીલર્સ દંપતીનું ગુજરાત કનેકશન પર નજર કરીએ તો, આરતી ધીરનો પરિવાર પંજાબના ગુદાસપુરનો છે, જયારે ૩૫ વર્ષિય પતિ કવલજિત રાયજાદા જૂનાગઢના કેશોદનો વતની છે. વર્ષ ૨૦૧૫માં દંપતીએ ગોપાલ નામના બાળકને દત્તક લીધુ હતું.
૧૨ વર્ષિય ગોપાલના નામે ૧ કરોડનો વીમો કરાવ્યો હતો અને ૫ લાખની સોપારી આપીને તેની હત્યા કરાવી હતી. પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીએ દંપતી દ્રારા સોપારી આપવામાં આવી હોવાનો ખુલાસો કર્યેા હતો. આ કેસમાં વર્ષ ૨૦૧૯માં પ્રત્યાપર્ણની ભારતની અરજી લંડનની કોર્ટે ફગાવી હતી.તો દાણચોરીના કેસમાં પણ દંપતીની સંડોવણી છતી થઇ હતી, દંપતીએ ૨૦૧૫માં વી લાય ફ્રાઇટ સર્વિસ નામની કંપની શરૂ કરી હતી, કાર્ગેા પરિવહન કરતી કંપનીની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હતી અને મેટલ ટૂલબોકસમાં ડ્રગ્સ છુપાવીને કોમર્શિયલ લાઈટ દ્રારા અન્ય દેશોમાં મોકલતા હતા. ૨૦૨૧માં યારે પોલીસે ચેકિંગ દરમિયાન બોકસ ખોલતા ડ્રગ્સ મળી આવ્યું હતું. જેના પર કવલજિતના ફીંગર પ્રિન્ટ મળ્યા હતા. જે બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. પુરાવાના અભાવે દંપતી છૂટી ગયું, જો કે, ૨૦૨૩માં ફરીવાર બંનેની ધરપકડ કરાઇ હતી.
૨૦૨૧માં ધરપકડ દરમિયાન પોલીસને દંપતીના ઘરેથી ૫.૨૬ લાખ રૂપિયાના ગોલ્ડ પ્લેટેડ સિલ્વર બિસ્કિટ અને લગભગ ૭૭ લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. તો સ્ટોરેજ યુનિટમાંથી રૂા. ૩૧.૬૧ કરોડની રોકડ પણ મળી આવી હતી. દંપતીએ ૮ કરોડ પિયાનો લેટ અને ૬૫.૩૩ લાખ રૂપિયાની કાર પણ ખરીદી હતી. બંનેએ ૨૦૧૯થી અત્યાર સુધી વિવિધ બેંકમાં ૭.૭૯ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. આ કારણે બંને પર મની લોન્ડરિંગનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબદ્રીનાથ-કેદારનાથ માટે ઓનલાઈન પૂજા બુકિંગ શરૂ, પહેલા દિવસે બંને ધામોમાં 93 પૂજા બુક
April 10, 2025 09:53 PMધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech