કેનેડી મોર ઉછેર કેન્દ્ર દ્વારા કોરોના મહામારીમાં પણ તાલુકામાં 108 કેન્દ્રો ચાલુ રખાયા

  • June 19, 2021 11:08 AM 

કેનેડી મોર ઉછેર કેન્દ્રના સંચાલક મોર સેવક મોરપ્રેમી નારણભાઇ કરંગીયા દ્વારા કોરોના મહામારીના અતિ કપરા સમયમાં પણ અલગ અલગ દસેક તાલુકાઓ કલ્યાણપુર, ભાણવડ, દ્વારકા, જામજોધપુર, લાલપુર, ખંભાળીયા, જસદણ, સહિતના તાલુકાના ગામોમાં 108 જેટલા મોર ઉછેર કેન્દ્રો ચાલુ રાખવામાં આવ્યા છે. અલગ અલગ 108 મોર ઉછેર કેન્દ્રોમાં મોર માટે ચણ અને માટલા જેતે કેન્દ્રના સેવાભાવી મોર સેવક ભાઇઓને મોર માટેની જરી સામગ્રી પહોંચાડી હતી.

નારણભાઇએ મોરના ચણ માટે મુંબઇના મુખ્ય દાતા સુંદરજીભાઇ શાહનો નેવું ટકા દાન સાથે સહકાર વર્ષોથી મળેલ છે. તેમ જણાવી સુંદરજી ભાઇનો આભાર વ્યકત કરેલ તેમજ કોરોના કાળમાં 108 મોર કેન્દ્રમાં સેવા આપતા સેવાભાવી ભાઇઓનો સહકાર મળેલ તે બદલ તેઓનો પણ આભાર માન્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS