દિલ્હી સ્થિત થિંક ટેન્ક સેન્ટર ફોર સિવિલાઇઝેશન સ્ટડીઝ દ્રારા સ્વાતંય સેનાનીઓની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાકોરી પ્રતિકારના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા પર એક વર્ષ માટે આ ઉજવણીનું આયોજન કરવામાં આવશે. ૦૮ ઓગસ્ટ ૨૦૨૪ થી ૦૯ ઓગસ્ટ ૨૦૨૫ સુધી સમારોહ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેનો ઉદઘાટન કાર્યક્રમ ૦૮ ઓગસ્ટે કોન્સ્િટટુશન કલબ, દિલ્હી ખાતે યોજાશે.
સીસીએસના ડાયરેકટર રવિશંકરે જણાવ્યું કે ૦૯ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ક્રાંતિકારીઓ દ્રારા બ્રિટિશ રાજની માલસામાન ટ્રેન પર હત્પમલાની ઘટના બ્રિટિશ શાસકો દ્રારા ભારતમાંથી લૂંટવામાં આવેલા પૈસા પાછા લેવાના હેતુથી થઈ હતી તે ભારતીય સ્વાતંય સંગ્રામમાં સશક્ર પ્રતિકારની મજબૂત હાજરીનું પ્રતીક હતું કે વિદેશી શાસન સામેનો ભારતીય સંઘર્ષ માત્ર અહિંસક કે નિષ્ક્રિય નથી પરંતુ સંઘર્ષની ચરમસીમાઓ પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહ્યો છે. તેથી જ સેન્ટર ફોર સિવિલાઇઝેશન સ્ટડીઝે કાકોરી સશક્ર પ્રતિકારની શતાબ્દીને વ્યાપક ઉજવણીનું સ્વપ આપવાનું નક્કી કયુ છે.
નોંધનીય છે કે ૧૯૨૫માં ભારતીય ક્રાંતિકારીઓએ પોતાની બહાદુરી, હિંમત, સ્વતંત્રતા, પ્રેમ અને બલિદાનનું અદભૂત પ્રદર્શન કરીને સહારનપુર–લખનૌ પેસેન્જર ટ્રેનમાં બ્રિટિશ સરકારની તિજોરી પર કબજો જમાવ્યો હતો. ટ્રેન લુંટમાં રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના ક્રાંતિકારીઓએ તેમાં ભાગ લીધો હતો. કાકોરી પાસે ટ્રેન રોકી હતી અને ૪૬૭૯ પિયા, ૦૧ આના અને ૦૬ પૈસાની લૂંટ કરી હતી.
આ ઘટના પછી એક તરફ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં નવી ઉર્જા આવી અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ઝડપથી વધારો થયો, તો બીજી તરફ બ્રિટિશ સરકાર આ ઘટનાથી સંપૂર્ણપણે હચમચી ગઈ અને તેને ગંભીરતાથી લીધી. માત્ર .૪૦૦૦ની લૂંટ સામે કાર્યવાહી કરવાની સરકારી કવાયતમાં .૦૮ લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ક્રમમાં, બ્રિટિશ સરકારે ૪૦ લોકોને જેલમાં ધકેલી દીધા અને ૨૯ પર કાર્યવાહી કરી. ચાર ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી અને કાલાપાનીના બે સહિત ૧૬ અન્યને ૦૪ થી ૧૪ વર્ષની વિવિધ મુદતની સજા કરવામાં આવી હતી. બ્રિટિશ સરકાર સામે સશક્ર સંઘર્ષ માટે ભંડોળ એકત્ર કરવાના ઉદ્દેશ્ય સાથે રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં રચાયેલી આ યોજનામાં તત્કાલીન અગ્રણી ક્રાંતિકારીઓ અશફાક ઉલ્લાહ ખાન, રાજેન્દ્ર લાહિરી, ચંદ્રશેખર આઝાદ, શચિન્દ્ર બક્ષી, કેશવ ચક્રવર્તી, મનમથ નાથ ગુા, મુરારીલાલ ગુા, મુકુંદી લાલ અને વણવારી લાલ સામેલ હતા. સમગ્ર વર્ષ દરમિયાન કાકોરી સશક્ર પ્રતિકારની શતાબ્દીને લગતા કાર્યક્રમો દેશના જુદા જુદા સ્થળોએ આયોજિત કરવાની યોજના છે. આ કાર્યક્રમોના ફોર્મેટમાં સેમિનાર, સાંસ્કૃતિક કાર્યક્રમ, પુસ્તક પ્રકાશન વગેરેનો સમાવેશ થશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દિલ્હીમાં આ કાર્યક્રમમાં ભાગ લેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech