જોગસ પાર્ક પાસે જાહેર માર્ગ ઉપર કેબીન સાથે આરઆર સેન્ટર ઉભુ કરાયું: લોકોને કામ આવે તેવી વસ્તુઓ મુકવા કરાઇ અપીલ: સવારે 7 થી 11 અને બપોરે 3 થી 6 દરમ્યાન આ ક્ધટેનરમાં લોકો વસ્તુઓ મુકવા લાગ્યા: ગરીબોને ફાયદો
જામનગર કોર્પોરેશન કયારેક-કયારેક સારા પ્રોજેકટ કરીને લોકોની સેવા કરે છે, થોડા સમયથી કોર્પોરેશનના અધિકારીઓને એવો વિચાર આવ્યો કે પોતાના ઘરમાં બિનજરી હોય પરંતુ લોકોેને કામ આવતી હોય એવી વસ્તુઓ કપડા, રમકડા, વિદ્યાર્થીઓના પુસ્તક, ઘર વપરાશની અન્ય વસ્તુઓ જોગસ પાર્ક પાસે ઉભા કરાયેલા આર.આર.આર.ના સુત્રને સાર્થક કરનારા ક્ધટેનરમાં 7 થી 11 અને બપોરે 3 થી 6 દરમ્યાન મુકી જવા અને જે કોઇને જર હોય એવા લોકોએ આ ઇમાનદારીની દુકાનમાંથી વસ્તુઓ લઇ જવા અનુરોધ કર્યો છે જેનો લાભ લોકો પણ લઇ રહ્યા છે, સમાજ માટે એક સારી વાત કહી શકાય.
કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા રસ્તા ઉપર જોગસ પાર્ક પાસે ઉભુ કરાયેલ આ ક્ધટેનરમાં ચીજવસ્તુઓ નાખી શકાશે. આ સુવિધા શ કરવામાં આવી હતી, થોડો નબળો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ ત્યારબાદ આ ક્ધટેનરમાં અનેક લોકો ચીજવસ્તુઓ મુકવા આવે છે અને જરીયાત મંદ લોકો વસ્તુઓ લઇ જાય છે, કેટલાક વિદ્યાર્થીઓ માટે લોકો પુસ્તકો અને કોરી નોટબુક પણ મુકી જાય છે જે વિદ્યાર્થીઓ માટે ખુબ જ કામની છે, એટલું જ નહીં અલગ-અલગ પ્રકારના પુસ્તકો આ ક્ધટેનરમાં આવે છે અને પુસ્તક પ્રેમીઓ આ પુસ્તક વાંચીને પાછા મુકી પણ જાય છે.
આ ક્ધટેનરમાં આવેલી ઇમાનદારીની આ દુકાનમાં ખાસ કરીને બાળકોના રમકડા વધુ આવતાં હોય છે, એટલું જ નહીં અન્ય જીવન જરીયાતની વસ્તુઓ, રસોડામાં વપરાતી વસ્તુઓ પણ લોકો મુકી જાય છે અને લોકોને પુછયા વગર આ ક્ધટેનરમાંથી વસ્તુઓ લઇ જવાની છુટ પણ છે, આ વ્યવસ્થા ગોઠવાયા બાદ સારા એવા પરીણામો આવ્યા છે, વિદ્યાર્થીઓને જરી એવા પુસ્તકો પણ મળી રહે છે, થોડા દિવસથી લોકો ગરમ કપડા પણ મુકી જાય છે જે ગરીબો માટે આશીવર્દિસમાન બની ગયું છે.
જામનગર મહાપાલિકા દ્વારા આ ઇમાનદારીની દુકાનનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે લોકો માટે ખુબ જ લાભદાયક છે, કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ આ ક્ધટેનરમાં ગરીબો માટે અત્યંત જરી એવી ઘર વપરાશની વસ્તુઓ મુકી જવા માટે વિચારવા લાગ્યા છે, જોગસ પાર્ક પાસે આવેલા આ ક્ધટેનરમાં રાખેલી કેટલીક ચીજવસ્તુઓ જરીયાતમંદો પોતાને જોઇતી હોય તેમ લઇ જઇ શકે છે, ખરેખર આ પ્રકારનો પ્રયોગ સમાજ માટે ખુબ જ ફાયદાકારક છે, લોકોને પણ એક નવો રાહ મળ્યો છે, આ ઇમાનદારીની દુકાનનો મુખ્ય ફાયદો એ છે કે, કોઇપણ જાતની રોક-ટોક વિના આ દુકાનમાંથી લોકો પ્રેમથી કોઇને પુછયા વિના ચીજવસ્તુઓ લે છે તે પણ સા કહી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં વાગ્દતા પર બળાત્કારના ગુન્હામાં યુવાનને ૨૦ વર્ષની સખ્ત કેદની પડી સજા
November 26, 2024 02:09 PMપોરબંદરના બોટમાલિક સાથે ગિરસોમનાથ પંથકના બે શખ્શોએ કરી સાત લાખથી વધુની છેતરપીંડી
November 26, 2024 02:07 PMગાયત્રી મંદિરથી જયુબેલી પુલ તરફ જતા રસ્તા પર યોજાયું સફાઈ અભિયાન
November 26, 2024 02:06 PMગોઢાણિયા બી.બી.એ.કોલેજના વિદ્યાર્થીનું રાષ્ટ્રીયકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં થયું પુન: સિલેકશન
November 26, 2024 02:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech