હિંદુ સેનાએ કરોડપતિ હનુમાન મંદિર ખાતે લીધા સંકલ્પ

  • January 08, 2025 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં હિન્દુ સેના દ્વારા કરોડપતિ હનુમાન મંદિર ખાતે એક અગત્યની બેઠકનું આયોજન થયેલું હતું જેમાં ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ ના માર્ગદર્શનથી યુવાનોને રાષ્ટ્રહિતમાં  તેમજ ધર્મના કાર્યમાં આગળ આવવાની સાથે સાથે અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝ શરીફના સ્થાને સંકટ મોચન મહાદેવનું મંદિર અને જૈન દેરાસર હતું જેને પુનઃ પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા સૈનિકોએ આગળ વધવા સંકલ્પબધ્ધ કરાયા હતા.


વધુમાં હિન્દુ સેના જિલ્લાસ્તર ની બેઠક થાય સાથો સાથ ઇન્દિરા માર્ગ, પંજાબી ફોજી ધાબા પાછળ, કરોડપતિ હનુમાન મંદિરને હિન્દુ સેના જિલ્લા કાર્યાલય તારીખે ઉપયોગમાં લેવા  હિન્દુ સેનાના મયુર ચંદન, હર્ષ ભાનુશાળી, કિશન નંદાની આગેવાની થી 15 સૈનિકની સમિતિ બને જ્યાં ધર્મ પ્રત્યેનું શાસ્ત્રનું જ્ઞાન પીરસાય સાથે શ્રી કરોડપતિ હનુમાન મંદિરનો( શ્રી રઘુવંશી હનુમાનજી)  ઉપયોગ કરવા જાહેર કર્યું હતું .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application