આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરેલ "ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫" સર્વાનુમત્તે પસાર થયું છે. આ બિલ હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજિસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ એટલે કે તા. ૧૨-૦૯-૨૦૨૫ સુધી વધારવામાં આવ્યો છે.
અગાઉ તા. ૧૨-૦૩-૨૦૨૫ સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું હતું.
કાયદા હેઠળના સુધારા નિયમો એટલે કે તબીબી સંસ્થાઓ માટેના સ્ટાન્ડર્ડસ તા.૧૩/૩/૨૦૨૪ થી અમલમાં આવ્યા છે. કાયદાની જોગવાઇઓના ઉલ્લંઘન બદલ દંડાત્મક જોગવાઇઓ છે. જે પ્રમાણે કાયદા કે નિયમોની કોઇ જોગવાઇના ભંગના કિસ્સામાં રજીસ્ટ્રેશનને રદ્દ કરવાની તેમજ રૂ. ૧૦ હજાર થી રૂ. ૧ લાખ સુધીના દંડની જોગવાઇ,
રજીસ્ટ્રેશન વગર ક્લિનિક ચલાવવાના કિસ્સામાં રૂ. ૨૫ હજારથી લઈ રૂ. ૧ લાખ સુધીના દંડની જોગવાઇ અને અધિકૃત વ્યક્તિ/ઓથોરીટીના નિર્દેશોનું પાલન ન કરવાના/માહિતી આપવાના ઇન્કાર કરવા વગેરે કિસ્સામાં રૂ. ૫ લાખ સુધીના દંડની જોગવાઇ છે.
આરોગ્ય સંસ્થાઓને રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા કામચલાઉ નોંધણી આપવા કે રીન્યુ કરવા માટે સમય દોઢ વર્ષ એટલે કે, તા. ૧૨-૦૯-૨૦૨૬ સુધી કરાયો છે. અત્યારસુધીમાં રાજ્યને પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન માટે ૨૭ હજાર જેટલી અરજીઓ મળી જેમાંથી ૨૦ હજાર જેટલી સંસ્થાઓનું સફળ રજિસ્ટ્રેશન પૂર્ણ થયું છે. રાજ્યમાં નાના ક્લિનિકથી લઈ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ , લેબોરેટરી અને ઇમેજીંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓની ડિજીટલી રજિસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે તેવું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
આ કાયદા હેઠળ રાજ્યની હોસ્પિટલ, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, કલીનીક, સેનીટોરીયમ, ઉપરાંત લેબોરેટરી, તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ, બેકટેરીયોલોજીકલ, જીનેટીક, રેડીયોલોજીકલ, કેમીકલ, બાયોલોજીકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામા આવતી હોય તેવી સંસ્થાઓએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરવાનું રહે છે
સુધારા વિધેયકના મુખ્ય અંશો
જિલ્લા રજિસ્ટ્રેશન સત્તામંડળના આદેશો સામેની અપીલ સાંભળવા માટે રાજ્ય કાઉન્સિલને તેના સભ્યો પૈકી કોઈ એક વ્યક્તિને નિયુક્ત કરવાની સત્તા આપવામાં આવી
નિયમનકારી માળખાને ધ્યાનમાં રાખીને “યોગ અને નેચરોપથી (નિસર્ગોપચાર પદ્ધતિ)”ને માન્યતાપ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિની વ્યાખ્યામાંથી બાકાત કરાઇ
ચિકિત્સા સંસ્થા માટેની રાજ્ય કાઉન્સિલમાં ડેન્ટલ, હોમિયોપથી અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માટે જે તે ચિકિત્સા પદ્ધતિની કાઉન્સિલ કે બોર્ડના એક એક સભ્યની નિમણુંક માટે જોગવાઈ કરી તે ચિકિત્સા પદ્ધતિની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ પૂરું પાડવામાં આવ્યું
રાજ્ય કાઉન્સિલમાં નામનિયુક્ત સભ્યના હોદ્દાની મુદ્દત ત્રણ વર્ષની અને વધુ એક મુદત માટે પુનઃ નામનિયુક્તિ માટે પાત્રતા નક્કી કરાઇ
જિલ્લા રજીસ્ટ્રેશન સત્તામંડળના સભ્ય સચિવ અને નામાંકિત સભ્યોમાં સુધારો કરવામાં આવ્યો તેમજ નામનિયુક્ત સભ્યની હોદ્દાની મુદ્દત ત્રણ વર્ષની અને વધુ એક મુદત માટે પુનઃ નામનિયુક્તિ માટે પાત્રતા નક્કી કરવામાં આવી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ સુધારા વિધેયકના મુખ્ય ઉદ્દેશ અને જોગવાઈઓ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યમાં નાના ક્લિનીકથી લઈ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ , લેબોરેટરી અને ઇમેજીંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓ, તેમજ આ સંસ્થાઓમાં કામ કરતા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની વિગતો તેમાં ઉપલ્બધ બેડ, ICU, ઇમરજન્સી સેવાઓ વગેરેની સચોટ માહિતી મળી રહે તે ઉદ્દેશથી રાજ્ય સરકારે તા.૧૩/૯/૨૦૨૨ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરીને "ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ-૨૦૨૧ સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકેલ છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કંઇ હોસ્પિટલ કયા પ્રકારની સેવા આપી રહી છે, હોસ્પિટલમાં કે ક્લિનિકમાં કયા કયા પ્રકારની સુવિધાઓ, સાધનો, કઈ સ્પેશ્યાલિટીના તબીબો છે તેનું ડેટા મેનેજમેન્ટ અને નિયમન કરીને ડિજીટલી રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે. આ એક્ટ હેઠળ માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પધ્ધતિ દ્વારા માંદગી, ઇજા, શારીરિક ખોડ, વિકૃતિ અથવા સગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળ રાખવા માટેની જરૂરી સેવાઓ, સુવિધાઓ પૂરી પાડતા હોય તેવી હોસ્પિટલ, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, કલીનીક, સેનીટોરીયમ, આ ઉપરાંત લેબોરેટરી, તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ, બેકટેરીયોલોજીકલ, જીનેટીક, રેડીયોલોજીકલ, કેમીકલ, બાયોલોજીકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામા આવતી હોય તેવી સંસ્થાઓનો સમાવેશ કરાયો છે.
આ તમામ ઉદ્દેશોને કેન્દ્રમાં રાખીને આ સુધારા વિધેયક દ્વારા, કાયદાની કલમ – ૯ (૪) માં “કાયમી” શબ્દ નહિ, પરંતુ “કામચલાઉ” શબ્દ ની જોગવાઇ કરાઇ છે. હાલ રાજ્યમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-૨૦૨૧ અંતર્ગત તમામ આરોગ્ય સંસ્થાઓએ તા. ૧૨-૦૩-૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. આજે આ સુધારા વિધેયક પસાર થતા નોટીફિકેશન દ્રારા રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવા માટેનો સમય છ માસ એટલે કે ૧૨-૦૯-૨૦૨૫ સુધી વધારવામાં આવશે.
વધુમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ નોંધણી આપવા કે રીન્યુ કરવા માટે સમય દોઢ વર્ષ એટલે કે ૧૨-૦૯-૨૦૨૬ સુધી વધારવામાં આવશે. આ સુધારા વિધેયકની અન્ય મહત્વની જોગવાઈઓ વિશેની વિગતો ગૃહ સમક્ષ રજુ કરતા મંત્રીશ્રી એ કહ્યું હતું કે, નિયમનકારી માળખાને ધ્યાનમાં રાખીને “યોગ અને નેચરોપથી (નિસર્ગોપચાર પદ્ધતિ)”ને માન્યતાપ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિની વ્યાખ્યામાંથી બાકાત કરાઇ છે.
જિલ્લા રજિસ્ટ્રેશન સત્તામંડળના આદેશો સામેની અપીલ સાંભળવા માટે રાજ્ય કાઉન્સિલને તેના સભ્યો પૈકી કોઈ એક વ્યક્તિને નિયુક્ત કરવાની સત્તા આપવામાં આવી છે. ચિકિત્સા સંસ્થા માટેની રાજ્ય કાઉન્સિલમાં ડેન્ટલ, હોમિયોપથી અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માટે જે તે ચિકિત્સા પદ્ધતિની કાઉન્સિલ કે બોર્ડના એક એક સભ્યની નિમણુંક માટે જોગવાઈ કરી તે ચિકિત્સા પદ્ધતિની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ પૂરું પાડવામાં આવ્યું છે.
રાજ્ય કાઉન્સિલમાં નામનિયુક્ત સભ્યના હોદ્દાની મુદ્દત ત્રણ વર્ષની અને વધુ એક મુદત માટે પુનઃ નામનિયુક્તિ માટે પાત્રતા નક્કી કરવામાં આવી છે. જિલ્લા રજીસ્ટ્રેશન સત્તામંડળના સભ્ય સચિવ અને નામાંકિત સભ્યોમાં સુધારો કરવામાં આવ્યો તેમજ નામનિયુક્ત સભ્યની હોદ્દાની મુદ્દત ત્રણ વર્ષની અને વધુ એક મુદત માટે પુનઃ નામનિયુક્તિ માટે પાત્રતા નક્કી કરવામાં આવી છે. આ સુધારા વિધેયક સંદર્ભે ગૃહના વિવિધ સભ્યોએ વિગતવાર ચર્ચા કરી હતી અને ચર્ચાના અંતે આ વિધેયકને સર્વાનુમત્તે પસાર કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMજામનગરમાં લગ્નની સિઝનમાં તસ્કરો બન્યા બેફામ
February 22, 2025 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech