હીરાસરથી અમદાવાદની લાઈટ શરૂ થશે

  • February 26, 2024 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના હીરાસર એરપોર્ટ થી અમદાવાદ માટેની લાઈટ આગામી માર્ચ મહિનાથી શ કરવાની જાહેરાત કરવામાં આવી છે જોકે આ બાબતે હજુ સુધી ખુદ ઈન્ડિગો એરલાઇન્સ અને એ ટી સી વિભાગ અજાણ છે ત્યારે દિલ્હી, મુંબઈ કે પછી અન્ય શહેરો માટેની લાઈટ શ કરવાની માંગણી વચ્ચે અમદાવાદની લાઈટ શ કરવાની જાહેરાત થતા ટ્રાવેલ એજન્ટો ની સાથે પેસેન્જર્સ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે કે રાજકોટ થી અમદાવાદ ૨૦૦ કિલોમીટર માટે શ કરવામાં આવનાર હવાઈ સેવા સફળ થશે કે પછી અમદાવાદથી દેશ–વિદેશની કનેકિટવિટી ફલાઇટ મળી રહેતા ભારે ટ્રાફિક જોવા મળશે.

આ અંગેની મળતી વિગત મુજબ ઈન્ડિગો એરલાઇન્સ દ્રારા ૩૧ માર્ચથી હવાઈ સેવા શ થવાની છે અને જેનું બુકિંગ વેબસાઈટ પર શ થઈ ચૂકયું છે પરંતુ ઈન્ડીગો એરલાઇન્સ ની આ જાહેરાતથી રાજકોટ થી એરલાઇન્સના અધિકારીઓ અજાણ છે અને એરપોર્ટ ઓથોરિટી પાસે પણ નવા શેડુલમાં આ મુજબની કોઈ વિગત આવી નથી. દરમિયાન થોડા સમય પહેલા જ રાજકોટના અલગ અલગ એસોસિએશન અને વેપારીઓ દ્રારા દિલ્હી અને મુંબઈની લાઈટની વધુ આવશ્યકતા હોવાથી આ હવાઈ સેવા વધારવા માટે પ્રબળ માંગણી કરવામાં આવી હતી અને બીજી તરફે ઇન્ટરનેશનલ એરપોર્ટ નું કામ આગળ વધી રહ્યું છે. નવું ટર્મિનલ બની ગયા બાદ ઇન્ટરનેશનલ લાઈટ જેમાં ખાસ કરીને દુબઈ અને યુકે તેમજ યુએસ માટેની એક એક લાઈટ શ થાય તેવી લાગણી સાથે માગણી વ્યકત કરાઈ હતી.


વર્તમાન સમયમાં મુંબઈ અને દિલ્હી માટે નો ટ્રાફિક વધારે છે અને ઉધોગકારો તેમજ વેપારીઓને આ ટ ઉપર વધારે કનેકિટવિટી મળી રહે તેની જરિયાત છે ત્યારે ઇન્ડિગો એરલાઇન દ્રારા અમદાવાદની લાઈટ શ કરાશે તેવી જાહેરાત કરતા આશ્ચર્ય સર્જાયું છે. એરલાઇન્સ દ્રારા જે જાહેરાત કરવામાં આવી છે તેમાં અમદાવાદ થી બપોરે ૨:૩૫ કલાકે રાજકોટ માટેની ઉડાન ભરસે અને આ પ્લેન હીરાસર એરપોર્ટ પર બપોરે ૩.૩૦ વાગ્યે લેન્ડ થશે. ચારે રાજકોટ હીરાસર એરપોર્ટ ઉપરથી આ લાઈટ બપોરે ૩.૫૦ વાગ્યે ટેકઓફ થશે અને બપોરે ૪.૫૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.

સમર શેડુલમાં દિલ્હી અને મુંબઈ માટેની લાઈટ વધશે તો ફરી સ્પાઇસ જેટના આગમનના એંધાણ
રાજકોટના જુના એરપોર્ટ પરથી સ્પાઇસ જેટની અનિમિયતા અને ધાંધિયાના લીધે આ એરલાઇન્સની ઉડાન બધં થઈ ગઈ હતી પરંતુ હવે નવા એરપોર્ટ પર સમર શેડુલ થી સ્પાઇસ જેટ સવારની દિલ્હીની લાઇટ શ કરે તેવી વાત જાણવા મળી રહી છે.હીરાસર એરપોર્ટ થી મુંબઈ અને દિલ્હી માટેનો સારો ટ્રાફિક નોંધાઈ રહ્યો છે આ ઉપરાંત દિલ્હી માટે સવારની લાઈટ શ થાય તેવી માંગ પણ ઉઠી છે જેના લીધે એરલાઇન્સ એજન્સીઓ દ્રારા સવાર માટે મુંબઈ અને દિલ્હીની વધારાની લાઈટ શ કરવા માટે દરખાસ્તો મુકવામાં આવી છે.


જો ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કનેકટિવિટી મળે તો જ ટ્રાફિક મળશે: ટ્રાવેલ એજન્ટો
રાજકોટ અમદાવાદની લાઈટ આગામી માર્ચ મહિનાથી શ થવાની છે આ લાઈટનો સમય બપોર પછીનો છે આથી અમદાવાદ એરપોર્ટ પર સાંજે લાઇટ પહોંચ્યા બાદ ડોમેસ્ટિક માટે અનેક ટ છે અને ઇન્ટરનેશનલ માટે ખાસ દોહા, સિંગાપુર તેમજ યુ.કે ની ઇન્ટરનેશનલ લાઈટની કનેકિટવિટી રાજકોટ કે સૌરાષ્ટ્ર્રથી જતા પેસેન્જર્સ ને સરળતાથી મળી રહેતો. આ ઉડાન સફળ રહે તેવી આશા ટ્રાવેલ એજન્ટોએ વ્યકત કરી હતી. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હજુ ટર્મિનલ બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે અને આ બિલ્ડીંગ કયારે પૂં થાય ત્યારબાદ રાજકોટથી ઇન્ટરનેશનલ ફલાઇટ શ થશે આથી અત્યારે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના પેસેન્જર્સ ને ઇન્ટરનેશનલ લાઇટ માટે અમદાવાદ અથવા તો મુંબઈ સુધી જવું પડે છે.ગોવાહટી,કોલકતા,ચેન્નાઈ કે પછી વિદેશ માટેની મુસાફરી કરવાની થતી હોય તો તેમને વાહન માર્ગે અમદાવાદ પહોંચવાના બદલે અમદાવાદની લાઈટ થી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કનેકિટવિટી મળી રહે, જોકે હજુ આ લાઈટ શ થયા બાદ અમદાવાદ થી કોઈ અન્ય કનેકશન આપવામાં આવે છે કે કેમ તે માર્ચ મહિનામાં જાણવા મળશે

બસમાં ૬૦૦ રૂા. ઘરઆંગણેથી ટેકસીના ૨૨૦૦ રૂા. તો ૨૦૦ કિ.મી.માટે ૩૦૦૦ હવાઇભાડું લોકો શા માટે ખર્ચે ?
રાજકોટ થી અમદાવાદ નું અંતર ૨૦૦ કિલોમીટર રહેલું છે. રોડ ટ્રાન્સપોર્ટેશન ની સુવિધા સરળતાથી મળી રહે છે યારે અમદાવાદની લાઈટ શ કરવાની વાત આવી ત્યારે સૌ પ્રથમ તો ટ્રાવેલ એજન્ટમાં જ ભારે અચરજ સર્જાયું છે કારણ કે એસટી બસ, ખાનગી ટ્રાવેલ્સો અને ટેકસી ની સુવિધા વ્યવસ્થિત રીતે પેસેન્જરને મળતી હોવાના લીધે રાજકોટના લોકો અમદાવાદ જવા માટે અહીંથી હીરાસરનું ૩૩ કિલોમીટરનું અંતર અને હિરાસર સુધી પહોંચવા માટે એક કલાકનો સમય અને એરપોર્ટ પહોંચવા માટે દોઢ કલાક પહેલા તો અમદાવાદ એરપોર્ટ થી શહેરી વિસ્તારમાં જવા માટે બે કલાકનું અંતર અને ૩૦૦૦ વિમાન મુસાફરી અને અમદાવાદ અને રાજકોટનું ટેકસી ભાડુ હજાર પિયા શા માટે ખર્ચીને વિમાન મુસાફરી કરે તેવા પ્રશ્નો ઊભા થયા છે. રાજકોટ થી સુરત માટે ૯ સીટરનું વેન્ચુરાનું ચાર્ટડ પ્લેન ઉડાન ભરે છે જે સફળ છે પણ રાજકોટ અમદાવાદ વચ્ચે ખાસ અંતર પણ નથી અને ઘર આંગણે થી ૨૨૦૦ પિયામાં ટેકસી અને એસટી વોલ્વોમાં ૫૦૦ તો ખાનગી વોલ્વોમાં ૬૫૦ પિયા ભાડું છે,તો ટ્રેઇનમાં ૧૨૦ પિયામાં અમદાવાદ પહોંચી શકતા હોય ત્યારે અમદાવાદના પ્લેનમાં ૫,૦૦૦ ખર્ચીને શા માટે ફલાઇટમાં ઉડાન ભરે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News