ડેટાની જાહેરાતમાં વિલંબથી શંકા ઊભી થાય છે: સુપ્રીમમાં અરજી
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં જણાવ્યું છે કે ચૂંટણીના ડેટા વહેલા જાહેર કરવાની અપીલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ મતદાનના 48 કલાકની અંદર ડેટા જાહેર કરે. ડેટાના વિલંબથી શંકા પેદા થાય છે.
વોટિંગ બાદ પડેલા વોટની ટકાવારી તરત જાણવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. કોર્ટ આ અરજી પર 17 મેના રોજ સુનાવણી કરશે. અરજદાર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના વકીલ પ્રશાંત ભૂષણે ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેંચ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ મામલાની તાકીદે સુનાવણી થવી જોઈએ.એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સેએ આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
એડીઆરએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે ચૂંટણી પંચને વોટિંગ પછી તરત જ મત ટકાવારીના વાસ્તવિક ડેટાને જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવે. લોકસભાની ચૂંટણી થઈ રહી છે અને ચૂંટણી પંચ મતદાનના ઘણા દિવસો પછી વોટ ટકાવારીના ડેટા આપી રહ્યું છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 19 એપ્રિલે યોજાઈ હતી પરંતુ તેના અંતિમ આંકડા 11 દિવસ પછી આવ્યા હતા.બીજા તબક્કાની ચૂંટણી 26 એપ્રિલે યોજાઈ હતી અને મતદાનના આંકડા 4 દિવસ પછી આવ્યા હતા. તેમજ પિટિશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે દિવસે મતદાન સમાપ્ત થયું તે દિવસના ડેટા અને અંતિમ ડેટા વચ્ચે 5 ટકાનો તફાવત છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ડેટાના આવા વિલંબથી ચિંતા વધી રહી છે અને લોકો ડેટાની સત્યતા પર શંકા પેદા કરી રહ્યા છે. આ પ્રકારની ચિંતાનો અંત લાવવો જરૂરી છે. મતદારોનો વિશ્વાસ જાળવવા માટે, ચૂંટણી પંચને મતદાનનો ડેટા તાત્કાલિક સાર્વજનિક કરવા જણાવવું જોઈએ અને ચૂંટણી પંચે મતદાન મથક પર ઉપલબ્ધ ફોર્મ 17 સી ભાગ 1 (મતદારોની સંખ્યા) ની સ્કેન કરેલી નકલ અપલોડ કરવી જોઈએ.
ઈવીએમ અને વિવિપેટની 100 ટકા મેચિંગ સંબંધિત સમીક્ષા અરજી
વિવિપેટ સાથે ઈવીએમ દ્વારા પડેલા મતના 100 ટકા મેચિંગને લઈને સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ મામલામાં અરજદારની અરજી સુપ્રીમ કોર્ટે 26 એપ્રિલે ફગાવી દીધી હતી, ત્યારબાદ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech