બેટ-દ્વારકા ખાતેનું દ્વારકાધીશ મંદિર પણ ફુલડોલ-હોળી ઉત્સવના ત્રણ દિવસ બંધ રહેશે

  • March 16, 2021 10:17 AM 

દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા બેટ- શંખોદ્વાર સ્થિત શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે પરંપરાગત રીતે ફુલડોલ-હોળી ઉત્‍સવ ઉજવણીનો અનેરો મહિમા છે. અહીં દર વર્ષ લાખોની સંખ્‍યામાં ગુજરાત ભરના અને પરપ્રાંતના ભાવિકો આ ઉત્‍સવમાં ભાગ લઇ, ધન્‍યતા અનુભવે છે. આ ઉત્‍સવ ઉજવણી દરમિયાન મોટા પાયે યાત્રિકોનો ધસારો દર્શનાર્થે થતો હોવાથી, વર્તમાન પરિસ્‍થિતિમાં કોરોના સંક્રમણ ન વધે તેમજ ઓખા પોર્ટથી બેટ દ્વારકા આવતા-જતા બોટમાં તેમજ મંદિર પરિસરમાં સોશીયલ ડીસટન્‍સ ન જળવાય તે બાબતોનો ધ્‍યાને લઈ, ડાકોર તથા દ્વારકા અને ભવનાથ મંદિર, જુનાગઢ વિગેરે મંદિરોમાં આગામી ઉત્‍સવોની ઉજવણી અંગે લેવાયેલા તકેદારીના પગલાને અનુસરતા, બેટ શંખોદ્વારના દ્વારકાધીશ મંદિર ખાતે પણ આગામી તા. 27 થી 29 માર્ચના ત્રણ દિવસ દર્શનાર્થીઓ માટે આ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની તમામ યાત્રિકોએ નોંધ લઇ, સહકાર આપવા બેટ દેવસ્‍થાન સમિતિની એક યાદીમાં જણાવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS