જિલ્લા કલેક્ટરએ એક્સરે મોબાઇલ વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી

  • December 20, 2024 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશને આગામી વર્ષ-૨૦૨૫ સુધીમાં ટીબી હારેગા દેશ જીતેગા  ઝુંબેશ અંતર્ગત ટીબી રોગ નિર્મૂલન કરવા માટે આહવાન કરેલ છે. ભાવનગર જિલ્લામાં ૧૦૦ દિવસ ટીબી કેમ્પેઇનના ભાગરૂપે સોમવારે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી કુમાર, ઈજછ ના સિનીયર વાઇસ પ્રેસીડેન્ટ ડો.પી.કે.શુક્લા, મહુવા હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી ડો.કે.ડી.પારેખ, ઇન્ચાર્જ જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો. આનંદ, હનુંમત હોસ્પિટલના સીઇઓ ડો. ચિંતન શનિશ્વરા, ક્રિટીકલ કેર એન્ડ પલ્મોનોલોજીસ્ટ  ડો. બકુલ કલસરિયા સહિતના અધિકારીઓએ એક્સરે વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. 
એક્સરે મોબાઇલ વાન થકી  શંકાસ્પદ દર્દીઓ તથા છેલ્લા પાંચ વર્ષમાં દવા લીધેલ ટીબીના દર્દીઓના કુટુંબીજનો, ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા લોકો, ડાયાબીટીસ, આલ્કોહોલ તથા તમાકુ સેવન કરતા લોકો, સ્લમ વિસ્તાર, કુપોષિત લોકો, બંદિવાન તેમજ અન્ય જોખમી (હાઈરીસ્ક) લોકોમાં ટીબીના શંકાસ્પદ લક્ષણો મુજબ એક્સ-રે કરીને ટીબીના રોગને અટકાવવાની કામગીરી કરવામાં આવશે. આ વાન  દ્વારા ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં જઇ નિ:ક્ષય શિબીરનું આયોજન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ૧૦૦ દિવસ ટીબી કેમ્પેઈન થકી ટીબીના તમામ કેસોને વહેલાસર શોધી તેમને સારવાર પર મુકી સંક્રમણની કડીને તોડી શકાશે અને મરણના પ્રમાણમાં પણ ઘટાડો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News