ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આગામી તા.૬ જૂનને શુક્રવારના રોજ રાજકોટ આવશે અને તેમના હસ્તે મહાપાલિકાના કુલ રૂ.૬૦ કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. અલબત્ત આ કાર્યક્રમની તૈયારી રાજકોટ કલેકટર તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગાઉ એવું જાહેર કરવામાં આવ્યું હતું કે સંભવિત પાંચ જૂનના રોજ મુખ્યમંત્રી રાજકોટ આવશે પરંતુ તે કાર્યક્રમ સંભવિત હતો અને તેમાં દિલ્હી થઈ છે હવે મુખ્યમંત્રી તા.૬ જૂનને શુક્રવારના રોજ
રાજકોટ આવશે તેમ મહાપાલિકાના વર્તુળોમાંથી જાણવા મળે છે.
વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આગામી તા.૬ જુનના મુખ્યમંત્રીના રાજકોટના કાર્યક્રમના અનુસંધાને આજે એક કોન્ફરન્સ યોજાઇ હતી અને તેમાં કાર્યક્રમ ને લગતી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા. રેસકોર્સ માં નિર્મિત આર્ટ ગેલેરી નું લોકાર્પણ તેમજ અન્ય વિવિધ ૧૭ વિકાસ કામોના ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર છે. અગાઉ તા.૫ ને ગુરુવારે મુખ્યમંત્રી રાજકોટ આવશે તેવી વાત હતી પરંતુ તા.૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહાત્મા મંદિર ખાતે સરકારના વિવિધ કાર્યક્રમો હોય તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ હોય શેડ્યુલ એક દિવસ પાછળ ગયું હતું અને હવે તેઓ તા.૬ને શુક્રવારે રાજકોટ આવશે તેમ જાણવા મળે છે.
મુખ્યમંત્રીના હસ્તે ૧૭ વિકાસકામોના ખાતમુહૂર્ત કરવા મહાપાલિકામાં તૈયારીઓ ચાલી રહી છે જેમાં (૧) વોર્ડ નં.૪માં જયપ્રકાશ નગર સહિતના વિસ્તારોમાં પેવિંગ બ્લોક (૨) વોર્ડ નં.૪ ની વિવિધ સોસાયટીઓમાં મેટલિંગ કામ (૩) વોર્ડ નં.૪માં ભગવતી પરા મેઇન રોડ તેમજ મોરબી રોડ ઉપર ડેવલપમેન્ટના કામો (૪) વોર્ડ નં.૬માં મહિકા મેઈન રોડ સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન અપગ્રેડેશન (૫) વોર્ડ નં.૧૬માં બાપુનગર સ્મશાન આધુનિકરણ (૬) વોર્ડ નં.૧૬માં સીસી રોડ તથા પેવિંગ બ્લોકના કામો(૭) વોર્ડ નં.૧૮માં ટોયલેટ બ્લોક બનાવવાનું કામ(૮) વોર્ડ નં.૨માં મ્યુનિ.પાર્ટી પ્લોટ ડેવલપ કરવાનું કામ
(૯) વોર્ડ નં.૭માં કિશોરસિંહજી શાળાના રેટ્રોફીટિંગ તથા રીનોવેશનનું કામ(૧૦) બોર રિચાર્જ સિસ્ટમનું કામ
(૧૧) વોર્ડ નં.૭માં કોમ્યુનિટી હોલ રિનોવેશન, શિક્ષણ સમિતિ સ્ટાફ ક્વાર્ટર્સ તથા સ્ટાફ ઓફિસ બનાવવાનું કામ (૧૨) વોર્ડ નં.૧માં મચ્છુનગર આવાસ યોજનામાં આંગણવાડી તથા કમ્પાઉન્ડ વોલનું કામ(૧૩) વોર્ડ નં.૧માં ઘંટેશ્વર ગામ તળમાં ડીઆઇ લાઇનનું કામ(૧૪) મુંજક પોલીસ સ્ટેશનથી નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ સુધી એલઇડી લાઇટ્સનું કામ(૧૫) ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ૨૫ એમએલડી કેપેસિટીનો ફિલ્ટર પ્લાન્ટ(૧૬) ભાદર યોજનાના ગોંડલ પંપિંગ સ્ટેશનમાં પેનલ રૂમ બનાવવાનું કામ (૧૭) વોર્ડ નં.૭ની ઓફિસનું રિનોવેશન કરવાનું ખાતમુહૂર્ત સહિતનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMઉગલવાણ ગામે યુવાનનો વ્યાજખોરના ત્રાસથી મરવા મજબુર બની આપઘાત
June 06, 2025 03:26 PMભાવનગરના યુવાન સાથે મુંબઈ, પટના અને અમરેલીના શખ્સોએ કરી ઠગાઈ
June 06, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech