મુખ્યમંત્રીએ અલંગ ખાતેની રેડક્રોસ હોસ્પિટલની સેવાઓને બિરદાવી

  • August 30, 2024 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


   ઈન્ડિયન રેડક્રોસ સોસાયટ, ભાવનગર સંચાલિત રેડક્રોસ હોસ્પિટલ અલંગ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત લઈ ને સેવાઓ ને બિરદાવી હતી.
 અલંગ શીપ યાર્ડ ની મુલાકાતે અને શીપરિસાયકલિંગ એશો. ઓફ ઇન્ડિયા દવારા આયોજિત મુખ્યમંત્રી ના સન્માન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી  એ રેડક્રોસ હોસ્પિટલ ની મુલાકાત કરી ને રેડક્રોસ સંચાલિત જીએમબી-રેડક્રોસ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ અને પ્લોટ ન-૯ ખાતે આવેલ રેડક્રોસ હોસ્પિટલ અલંગ ની સેવાઓ ની માહિતી મેળવી અને દર્દીઓ ને આપવા માં આવતી ગુણવત્તા સભર સેવાઓ અંગે અભિનંદન પણ પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડોકટર તેમજ નર્સિંગ અને એડમીન ટિમ સાથે મુલાકાત કરી ને તેમની સેવાઓ ને બિરદાવી હતી તેમજ આગામી સમય માં હોસ્પિટલમાં નવી શરૂ થનાર સેવાઓ ની વિગતે માહિતી મેળવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમુબેન બંભણીયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતું  વાધાણી, ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, વાઘજીએમબી ના વીસી સીઈઓ બરનવાલ, શુભેચ્છકો જોડાયા હતા અને શુભેચ્છાઓ આપી હતી.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application