ચૂંટણી બોન્ડ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં ત્રણ મહિનાની અથાગ મહેનત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ૨૩૨ પાનાના નિર્ણયમાં સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે ૧૫૮ પાના લખ્યા છે અને બાકીના જસ્ટિસ સંજીવ ખન્નાએ લખ્યા છે. સીજેઆઈ ચંદ્રચુડે પોતાના સિવાય જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા માટે ચુકાદો લખ્યો છે. જો કે, તમામ પાંચ ન્યાયાધીશોએ સર્વસંમતિથી ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધી હતી.
હકીકતમાં, ત્રણ દિવસની સુનાવણી પછી, બંધારણીય બેંચે ૨ નવેમ્બર ૨૦૨૩ માટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રિમ કોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે લોકસભા ચૂંટણી પહેલા તેનો નિર્ણય જાહેર કરવામાં આવે. સુનાવણી પૂરી થતાં જ તેના નિર્ણયનો ડ્રાટ લખવાનું કામ શરૂકરી દેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું કે જજો ડ્રાટ પર સંમત થયા કે તરત જ સીજેઆઈ ચંદ્રચુડે ચુકાદો લખવાની મુખ્ય કવાયત શરૂ કરી.
માહિતી અનુસાર, કેસ મોટો હતો અને તમામ દસ્તાવેજો, દલીલો અને આંકડાઓ ધ્યાનમાં લેવાના હતા. સીજેઆઈ ચંદ્રચુડ ન્યાયિક કામ સિવાય વહીવટી કામ પણ જોતા હોવાથી, તેઓ દિવસ દરમિયાન ચુકાદાઓ લખવા માટે સમય શોધી શકતા ન હતા. ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, સીજેઆઈ એ આ નિર્ણય માટે સવારનો સમય પસદં કર્યેા હતો અને તેઓ સવારે ૩.૩૦ વાગ્યે નિર્ણય લખવા બેસી જતા હતા. તેવી જ રીતે નવેમ્બરથી ૧૫મી ફેબ્રુઆરી સુધી નિર્ણય લખાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
સૂત્રોએ જણાવ્યું કે ગુવારે સવારે ચુકાદો આપતા પહેલા જ સીજેઆઈ ચંદ્રચુડે તપાસ કરીને ચુકાદાને અંતિમ સ્વપ આપ્યું હતું. આ પછી સવારે પાંચ જજોની બેન્ચે લગભગ ૨૫ મિનિટ સુધી આ નિર્ણય સંભળાવ્યો. સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ સંજીવ ખન્નાએ પણ નિર્ણયનો ઓપરેટિવ ભાગ વાંચ્યો હતો. બંધારણ બેંચના નિર્ણયનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ગઈકાલે ચૂંટણી બોન્ડ યોજનાની માન્યતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે ઈલેકટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી છે. ચૂંટણી વર્ષમાં ઈલેકટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય જાહેર કરતી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર માટે મોટો ઝટકો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech