FMCG ક્ષેત્રની દિગ્ગજ કંપની બ્રિટાનિયા તેની એક ફેક્ટરી બંધ કરવા જઈ રહી છે. જે દેશની આઝાદી સમયે 1947માં ખોલવામાં આવી હતી. કોલકાતા, પશ્ચિમ બંગાળમાં સ્થિત આ ફેક્ટરી બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું સૌથી જૂનું ઉત્પાદન એકમ છે. બ્રિટાનિયા મેરી ગોલ્ડ અને ગુડ ડે જેવા બિસ્કિટ બનાવવા માટે જાણીતું છે. કંપનીની આ ફેક્ટરીમાં કામ કરતા તમામ કાયમી કર્મચારીઓએ વીઆરએસ લીધું છે.
ફેક્ટરી બંધ કરવાથી કોઈપણ કર્મચારીને અસર થશે નહીં
બ્રિટાનિયાએ એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા આ ફેક્ટરીને બંધ કરવાની જાહેરાત કરી હતી. 1947માં બનેલી આ ફેક્ટરીએ કંપનીને દેશભરમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે કોલકાતાના તારાતલા વિસ્તારમાં બનેલ છે. કંપનીએ કહ્યું કે ફેક્ટરી બંધ કરવાથી કોઈપણ કર્મચારી પર કોઈ વિપરીત અસર નહીં થાય. તમામ કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના લીધી છે. તેમજ આ ફેક્ટરી બંધ થવાના કારણે કંપનીના બિઝનેસને પણ કોઈ અસર થશે નહીં.
જૂની ફેક્ટરી ચલાવવી હવે બ્રિટાનિયા માટે ફાયદાકારક નથી
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ જૂની ફેક્ટરીને ચલાવવી હવે બ્રિટાનિયા માટે આર્થિક રીતે ફાયદાકારક નથી. કોલકાતામાં આવેલી આ ફેક્ટરી લગભગ 11 એકરમાં ફેલાયેલી છે. કોલકાતા પોર્ટ ટ્રસ્ટ પાસેથી તેની લીઝ 2048 સુધી છે. અત્યાર સુધી બ્રિટાનિયાએ આ જમીનને લઈને તેની યોજના વિશે કોઈ માહિતી આપી નથી. હાલમાં આ જમીન 24 વર્ષ સુધી બ્રિટાનિયા પાસે રહેશે.
રિપોર્ટ અનુસાર આ ફેક્ટરી બંધ થવાથી લગભગ 150 કર્મચારીઓને અસર થશે. કંપનીએ તમામ હિતધારકોને જાણ કરી છે કે ફેક્ટરી બંધ થવાથી કંપનીની આવક પર કોઈ અસર નહીં થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવો
January 26, 2025 03:09 PMરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech