દ્વારકાધીશ મંદિરના ભોગ ભંડારનું કરોડોના ખર્ચે થશે નવનિર્માણ

  • October 09, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શારદાપીઠાધીશ્વર સદાનંદજી મહારાજ હસ્તે થયું ભૂમિપૂજન સંપન્ન


સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજી મંદિરના ભોગ ભંડારના નવનિર્માણ હેતુ દ્વારકા શારદાપીઠાધીશ્વર સદાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે સવારે 11.00 કલાકે વૈદિક શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે પૂજારી પરિવારના મહેશ્વરભાઈ,નેતાજી પૂજારી, દિપકભાઈ પૂજારી અને ડાયાભાઈ સહિતના પૂજારીઓની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન કરાયુ હતુ.


આ પ્રસંગે શારદાપીઠના પ્રતિનિધિ બ્રહમચારી નારાયણાનંદજી મહારાજે પણ ઉપસ્થિત રહયા હતા. દ્વારકાધીશ મંદિર પરિસર સંલગ્ન દ્વારકાધીશજી ભગવાનના ભોગ ભંડાર કે જયાં પૂજારી પરિવાર દ્વારા નિત્યક્રમના ચાર ભોગ,ભકતોને આપવામાં આવતો પ્રસાદ ઉપરાંત ક્રમાનુસાર થતાં છપ્પન ભોગ, અન્નકૂટ ઉત્સવ, સુકામેવા મનોરથ, કુંડલા ભોગ, કુનવારા ભોગ વિગેરે ભોગ બનાવવામાં આવે છે તે બિલ્ડીંગ ખૂબ પૂરાણુ હોય, ઘણા લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે.

દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલભાઈ તેમજ વર્તમાન ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણીના પ્રયાસોથી ઠાકોરજીના આ રસોઈઘર (ભોગ ભંડાર)ના નવનિર્માણ માટે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સાથે તેમજ દેવસ્થાન સમિતિ સાથે સંકલન કરી હવે આ પ્રસાદઘરનું પુનઃનિર્માણ થવા જઈ રહયુ છે ત્યારે પૂજારી પરિવાર અને ભકતજનોમાં આનંદ અને હર્ષની હેલી જોવા મળી છે.આ ભોગ ભંડારના નિર્માણ માટે રૂપિયા 3 કરોડ જેટલુ અનુદાન રીલાયન્સ દ્વારા પણ આપવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application