BJPએ બિહાર ચૂંટણી માટે 121 સીટની જાહેરાત કરી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને NDAમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને જેડીયુની સીટ ફાળવણીમાં સમાધાન થઈ ગયુ છે. ત્યારબાદ ભાજપે 121 સીટની જાહેરાત કરી દીધી છે. 243 સીટ વાળી બિહાર વિધાનસભામાં જેડીયુની 122માંથી 7 સીટ હિન્દુસ્તાની આવામ મોર્ચા અને બીજેપીની 121 સીટમાંથી 9સીટ વિકાસશીલ ઈન્સાન પાર્ટીને આપવામાં આવી છે.જોકે થોડા સમય પહેલા હિન્દુસ્તાની આવામ મોર્ચા અને વિકાસશીલ ઈન્સાન પાર્ટી મહાગઠબંધનનો હિસ્સો હતી.

 

બિહાર એનડીએમાં સીટના વિભાજન બાદ ભાજપના બિહાર પ્રદેશ અધ્યક્ષ ડો.સંજય જયસવાલે આ યાદી જાહેર કરી હતી. જેમા6 પટના જિલ્લામાં 14માંથી 10 સીટ પર ચૂંટણી લડવાની તક મળી છે. પશ્ચિમીચંપારણમાં 7સીટ પર, મોતીહારી સંસદીય વિસ્તારમાં5, ગયાની 4 અને નાલંદામાં 1 સીટ પણ ભાજપને ચૂંટણી લડવાની તક મળી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS