વિશ્વના સૌથી ઉંચા યુદ્ધક્ષેત્ર લદ્દાખમાં સેનાએ ટેન્ક રિપેરિંગ સાઇટસ બનાવી

  • May 16, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખમાં ચીન સરહદ નજીક ન્યોમા અને ડીબીઓ સેકટરમાં ટેન્ક અને પાયદળ લડાયક વાહનોની જાળવણીની સુવિધાઓ સ્થાપિત કરી છે, જે વિશ્વના સૌથી ઐંચા યુદ્ધક્ષેત્ર છે. ટેન્ક, પાયદળ લડાયક વાહનો અને ભારતીય બનાવટના સશક્ર વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. અહીં ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખમાં વિશ્વની બે સૌથી ઐંચી ટેન્ક રિપેરિંગ સાઇટસ બનાવી છે. તેની કામગીરીમાં મદદ કરવા માટે અહીં ૫૦૦ થી વધુ ટેન્ક અને પાયદળ લડાયક વાહનો તૈનાત કરવામાં આવ્યા છે.

ચીન ને ભારતની તાકાતનો પરચો બતાવવા ભારતીય સેના એ કમર કસી છે,પૂર્વ લદ્દાખમાં ચીનની સરહદની નજીક ૧૪,૫૦૦ ફટથી વધુની ઐંચાઈએ આવેલા ન્યોમા અને ડીબીઓ સેકટર ટેન્ક અને પાયદળના લડાઈ વાહનો માટે વિશ્વનું સૌથી ઐંચું યુદ્ધભૂમિ બની ગયું છે.ચીનની આક્રમકતાને કારણે એપ્રિલ–મે ૨૦૨૦માં ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યા બાદ પૂર્વી લદ્દાખમાં મોટી સંખ્યામાં ટેન્ક, બીએમપી કોમ્બેટ વ્હિકલ અને ભારતીય બનાવટના બખ્તરબધં લડાકુ વાહનોને તૈનાત કરવામાં આવ્યા છે. ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઐંચાઈવાળા વિસ્તારોમાં ટેન્ક અને પાયદળ લડાયક વાહનો તૈનાત કરવામાં આવ્યા છે.આ વિસ્તારમાં સશક્ર વાહનોની કામગીરી જાળવવામાં મદદ કરવા માટે આ ટેન્ક રિપેરિંગ સાઇટસ બનાવવામાં આવી છે.
આ બે મુખ્ય વિસ્તારો છે યાં ટેંક અને આઈસીવી કામગીરી પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં કેન્દ્રિત છે. વજ્ર, સ્વ–સંચાલિત હોવિત્ઝર જેવી ટેન્કોને અત્યતં નીચા તાપમાનવાળા ઐંચાઈવાળા વિસ્તારોમાં સમાવવા માટે ભારતીય સેના દ્રારા નિર્ણાયક ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવ્યું છે.આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ તાજેતરમાં આર્મર્ડ ફાઇટીંગ વ્હીકલ માટે મધ્યમ જાળવણી સુવિધાનું નિરીક્ષણ કયુ હતું અને તેની વિશિષ્ટ્ર જાળવણી સુવિધાઓનું અવલોકન કયુ હતું. આર્મી અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવી સુવિધાઓ ટેન્ક અને પાયદળ લડાઈ વાહનોની સેવાક્ષમતા અને મિશન વિશ્વસનીયતામાં સુધારો કરે છે. સવલતો એ સુનિશ્ચિત કરે છે કે લડાયક કાફલો ખરબચડી ભૂપ્રદેશ અને કઠોર હવામાન પરિસ્થિતિઓમાં પણ કાર્યરત રીતે તૈયાર રહે છે, યાં તાપમાન માઈનસ ૪૦ ડિગ્રી થઈ જાય છે.આર્મર્ડ ફાઇટીંગ વ્હીકલ માટે વિશિષ્ટ્ર ટેકનિકલ સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરની જમાવટથી ઓપરેશનલ કાર્યક્ષમતા અને લડાઇ તૈયારીમાં સુધારો થયો છે. ભારત અને ચીન છેલ્લા ચાર વર્ષથી પૂર્વીય લદ્દાખ ક્ષેત્રમાં સંઘર્ષમાં છે, બંને પક્ષો સરહદો નજીક લગભગ ૫૦,૦૦૦ સૈનિકો તૈનાત કરે છે.સંઘર્ષ દરમિયાન, ચીને તે વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પરિસ્થિતિને એકપક્ષીય રીતે બદલવા માટે મોટી સંખ્યામાં પાયદળ, લડાયક વાહનો અને ટેંક મૂકી છે . ભારતીય સેનાએ પણ તેનો જવાબ આપવા પુરતી તૈયારી કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application