પોરબંદરમાં અકસ્માતનો ભોગ બનેલ યુવાનને તાત્કાલિક આધારકાર્ડ અપડેટ કરવાની જરૂરિયાત હોવાથી હોસ્પિટલની અંદર જ તેના બેડ ઉપર જઇને વ્યવસ્થા કરી અપાતા તેણે સૌનો આભાર માન્યો હતો.
આધાર કન્સલ્ટન્ટ દેવશીભાઇ ઓડેદરાને જાણ થતાં કે ન્યુ લાઈફ હોસ્પિટલ ખાતે એડમીટ ભાવેશભાઈ જેનું એકસીડન્ટ થયેલ હોવાથી જેઓને સરકારની સહાય મેળવવા માટે આધારકાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ ફરજિયાત હોવા જોઈએ મોબાઇલ નંબર અપડેટ ન હોવાથી તેની જાણ આધાર કન્સલ્ટન્ટ ઓડેદરા દેવશીભાઇ દ્રારા તેમણે તેમના મેડમ પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયાને જાણ કરતા તેઓ એ તાત્કાલિક તેમની ટીમને ન્યુ લાઇફ હોસ્પિટલ ખાતે મોકલીને આધાર કાર્ડ અપડેટ કરી આપેલ.
તેથી તેમના પરિવારે આઇ.સી.ડી.એસ. શાખા અને જિલ્લા પંચાયતની ટીમનો ખુબ ખુબ આભાર વ્યકત કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech