એઆઈ–રોબોટ વડે સર્જરી કરવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટી (જેએચયુ)માં એક રોબોટે પોતાની જાતે જટિલ સર્જરી કરીને ડોકટરોને પણ ચોંકાવી દીધા છે. જેએચયુ સંશોધકોએ એઆઈ–રોબોટને જટિલ તબીબી પ્રક્રિયાઓમાં તાલીમ આપી હતી. તાલીમ દરમિયાન તેને ડોકટરોના ઘણા વીડિયો બતાવવામાં આવ્યા હતા. રોબોટે ડોકટરોની જેમ અત્યતં ચોકસાઈથી સર્જરી કરી હતી.
સંશોધકોએ તેને ઈમિટેશન લનિગ (જોઈને શીખવું)નો સફળ પ્રયોગ ગણાવ્યો છે. એટલે કે રોબોટિક સર્જરી સંપૂર્ણપણે ઓટોમેટિક હશે. ભવિષ્યમાં, રોબોટસ માનવ હસ્તક્ષેપ વિના જાતે સર્જરી કરી શકશે. જેએચયુના વૈજ્ઞાનિકોએ મ્યુનિક, જર્મનીમાં રોબોટ લનિગ કોન્ફરન્સમાં આ સિદ્ધિની જાણ કરી. સંશોધકોએ તેમના મોડેલમાં ચેટજીપીટીનો પણ સમાવેશ કર્યેા છે, જે ગાણિતિક સૂત્રો દ્રારા રોબોટને તબીબી ભાષા શીખવે છે. આ સિદ્ધિ તાલીમ અને દક્ષતાના સંદર્ભમાં રોબોટિક ક્ષમતાઓમાં પ્રગતિ દર્શાવે છે.
સંશોધકોએ તેમના મોડલને દા વિન્સી સર્જિકલ સિસ્ટમ નામ આપ્યું છે. આ એક એવી રોબોટિક સિસ્ટમ છે, જેની મદદથી સર્જરી કોઈપણ ચીરા વગર અથવા ખૂબ જ ઓછા કાપ સાથે કરવામાં આવે છે. એઆઈ–રોબોટ વાસ્તવિક સમયમાં સર્જનના હાથની નકલ કરે છે. તેના હાથ કેમેરા, લાઇટિંગ અને વિઝન કાર્ટથી સ છે, જે ૩–ડીમાં હાઇ–ડેફિનેશન વિયુઅલ પ્રદાન કરે છે. રોબોટના બહત્પવિધ આમ્ર્સ કન્સોલથી સંચાલિત થાય છે.
દા વિન્સી સિસ્ટમ'ના રોબોટે ઘણા ડોકટરોના વિડીયો જોઈને ટાંકા લગાવવા અને ટીશ્યુ ઉપાડવા જેવા મહત્વના સજીર્કલ કાર્યેા શીખ્યા. સર્જરી દરમિયાન, યારે એઆઈ–રોબોટે કેટલાક એવા કાર્યેા કર્યા જેના વીડિયો તેમને બતાવવામાં આવ્યા ન હતા ત્યારે ડોકટરને આશ્ચર્ય થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech