દ્વારકામાં 87મો સદ્ગુરુ નિ:શુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો

  • August 25, 2021 10:49 AM 

ઓખા મંડળના 118 દર્દીઓએ કેમ્પનો લીધો લાભ

ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારકા અને પૂજ્ય રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ, રાજકોટના ઉપક્રમે તા.ર3-08-ર0ર1 ને સોમવારના રોજ શ્રી લોહાણા મહાજનવાડી દ્વારકા ખાતે 84મો નિ:શુલ્ક નેત્રયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન થયો. નેત્રયજ્ઞમાં માતુશ્રી મોંઘીબેન હ.વિ.ગ.મે.ચેરીટેબલ ટ્રસ્ટ, એલ.આર.ગૃપ દ્વારકા, શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારકા અને લોહાણા મહાજન, મે.રૂઘાણી બ્રધર્સ-કાંતિભાઈ રૂઘાણી (મુંબઈ) દ્વારા સહયોગ પ્રાપ્ત થયેલ. આ નિ:શુલ્લ નેત્રયજ્ઞમાં કુલ 118 દર્દીઓને રણછોડદાસબાપુ ચે.ટ્રસ્ટના ડોકટર્સની ટીમ દ્વારા તપાસી ટ્રીટમેન્ટ આપેલ તે પૈકી 3ર દર્દીઓને મોતીયાના ઓપરેશનની જરૂરીયાત હોતા કેમ્પના દિવસે જ રાજકોટ લઈ જઈ આધુનીક ફેકો મશીનથી નિ:શુલ્ક મોતીયાના ઓપરેશન કરી, નેત્રમણી બેસાડી, ટ્રીટમેન્ટ કરી પરત દ્વારકા લાવેલ. દર્દીઓને લાવવા- લઈ જવા, રહેવા-જમવાની સુવિધા પણ વિનામૂલ્યે આપેલ. કેમ્પમાં દિપ પ્રાગટયમાં લોહાણા મહાજન પ્રમુખ રસીકભાઈ દાવડા, માતુશ્રી હ.વિ.ગો.મે.ચે.ટ્રસ્ટ દ્વારકાના આનંદભાઈ ગોકાણી, ડો.ધર્મેન્દ્રભાઈ મજીઠીયા, શિવગંગા ચે.ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ ઝાખરીયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયેલ. કેમ્પને સફળ બનાવવા અશ્વિનભાઈ ગોકાણી, સેક્રેટરી ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી, દ્વારકા, સુરેશભાઈ વાયડા, પરૂષિણભાઈ મકવાણા, સુરેશભાઈ દત્તાણી, પરૂતાપભાઈ વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવેલ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS