75 વર્ષના વૃધ્ધે કહયું મારે બેન્ડ બાજા સાથે ધામધુમથી લગ્ન કરવા છે અને પછી.....

  • October 28, 2020 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કહેવાય છે કે પ્રેમની કોઈ ઉમર નથી હોતી. ક્યારે કોને કોની સાથે પ્રેમ થાઈ જાય એ કહી શકાતું નથી. ઉત્તરપ્રદેશનાં પ્રતાપગઢનાં જનપદનાં રાનીગંજનાં પટહટીયા ગામમાં પણ આવા જ એક પ્રેમી જોવા મળ્યા છે.   

 

પટહટીયા ગામનાં અવધ નારાયણ યાદાવ ૭૫ વર્ષના છે. તેને તાજેતરમાં કરેલ ધામધુમથી લગ્ન હાલ લોકોની ચર્ચાનો વિષય બન્યો છે. કારણકે ૭૫ વર્ષના અવધ નારાયણે સુવસા ગામની ૪૫ વર્ષીય રામારતી સાથે ધામધુમથી લગ્ન કર્યા છે.

 

મળતી માહિતી અનુસાર આ બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઈલુ ઈલુ ચાલી રહ્યું હતું. આથી અવધ અવારનવાર રામરતીનાં ઘરે આવજા કરતા અને તેની જાન રામરતીનાં સંતાનોને થતા તેઓએ બનેને લગ્ન કરી લેવા સમાજાવ્યા હતા. અવધ નારાયણે પણ રામરતી સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી અને બનેના પરીવારજનોએ ૨૬ ઓક્ટોમ્બરે સોમવારે બનેની ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. આ લગ્નમાં અવધ નારાયણનાં દિકરા, દીકરી, પોત્ર અને નાતી સહિતના સૌકોઈ જાનૈયા બનીને ગયા હતા અને ધામધુમથી લગ્ન કરીને રામરતીને અવધ નારાયણનાં ઘરે લાવ્યા હતા.

 

પહેલીવાર સાંભળતા આ કિસ્સો કદાચ હાસ્યાસ્પદ લાગી શકે છે પરંતુ વધુ વિચારતા જણાશે કે આ સમાજની જરૂરીયાત હોય એવું જણાય છે. કારણકે નિવૃતિકાળ વ્યક્તિને પોતાની વ્યક્તિની જરૂર પડે છે. એક બીજાના સહારાની જરૂર પડે છે એવા સમયે દરેક લોકો આ રીતે લગ્નનો વિચાર કરી શકતા નથી અને ઘણીવખત પરિવારજનો આ માટે સમજદારી દાખવતા નથી ત્યારે આ કિસ્સો તેમના માટે ઉત્તમ ઉદાહરણ બની શકે છે.    


 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS