ગરવા ગિરનારની ગોદમાં તા.૨૪,૨૫ ગુજરાતી અધ્યાપક સંઘનું ૭૩મું વાર્ષિક અધિવેશન યોજાશે

  • February 19, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગિરનારની ગોદમાં રૂપાયતન ખાતે ૨૪,૨૫ ફેબ્રુઆરી બે દિવસ દરમિયાન ગુજરાતી અધ્યાપક સંઘ નું ૭૩મુ વાર્ષિક અધિવેશન યોજાશે. જેનુ પ્રમુખ રમેશ મહેતા ,ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના કુલપતિ ડો.ચેતન ત્રિવેદીના હસ્તે ઉદ્ઘાટન કરાશે કાર્યક્રમમાં રૂપાયતનના હેમંત નાણાવટી અને ડો.સુભાષ યુનિવર્સીટીના પ્રમુખ રાજ ચાવડા ઉપસ્થિતિ રહેશે.

બે દિવસીય અધિવેશનમાં ગુજરાતભરના ગુજરાતી વિષયના અધ્યાપકો ઉપસ્થિત રહે છે. અધ્યાપકો  ગુજરાતી ભાષાનું મનન ચિંતન કરશે અને નવીન મુદ્દાઓ તારવી ગુજરાતી ભાષાને હજુ વધુ ઉંચાઈએ લઇ જવા માટે તથા ગુજરાતી ભાષાના કેટલાક પ્રશ્નોનો ઉકેલ શોધવાનું મનોમંથન કરશે. આ અવસરે પ્રમુખ રમેશ મહેતા આજની ગુજરાતી ભાષાની પરિસ્થિતિ અને જરૂરિયાતો પર વક્તવ્ય આપશે. અધિવેશનમાં પહેલી બેઠકનું સંચાલન દીપક પટેલ કરશે જેમાં ભાવેશ વાળા,બિપિન બારૈયા,સુરેશ શિંગાળા અને મનીષા  ચાવડા જુદી જુદી કૃતિ પર પોતાના વિચારો  રજૂ કરશે અને ત્યારબાદ  તેની ચર્ચા વિચારણા થશે.પ્રથમ દિવસની રાત્રીએ જાણીતા ભજન મર્મજ્ઞ ડો.નિરંજન રાજ્યગુરુ સંતવાણીના સુર રેલાવશે.
​​​​​​​
બીજી  બેઠક વિવેચન સમીક્ષાનું સંચાલન સુનીલ જાદવ  કરશે,જેમાં અનિરુધ્ધસિંહ ગોહિલ,પ્રવીણ કુકડીયા અને સંજય ચોટલિયા  ભાગ લેશે. બેઠકનું સંચાલન વર્ષા પ્રજાપતિ કરશે. આ બેઠકમાં નરેશ વેદ,હસમુખ વ્યાસ અને મનોજ રાવલ સંતવાણી વિશે વિમર્શ કરશે.
અધિવેશનની આખરી બેઠકમાં સામાન્ય સભા અને સમાપન યોજાશે જેનું સંચાલન અજયસિંહ ચૌહાણ કરશે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ડો. સુભાષ યુનિવર્સિટીના ઉપક્રમે રૂપાયતન ખાતે સાંસ્કૃતિક સમન્વય દર્શાવતા બે દિવસીય ગુજરાતી અધિવેશનના કાર્યક્રમને સફળ બનાવવા ડો. સુભાષ કોલેજ આચાર્ય, મંત્રી ડો.બલરામ ચાવડા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગુજરાતી અધ્યાપક સંઘના  પ્રમુખ ગુણવંત વ્યાસે નિમંત્રિત કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application