BREAKING NEWS

ગોંડલમાં હનુમાન જયંતી નિમિત્તે કેસરિયા માહોલ વચ્ચે ૧૭મી શોભાયાત્રા નીકળી

  • April 03, 2026 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વિશ્વ હિન્દુ પરિષદ, બજરગં દળ અને દુર્ગાવાહિની–માતૃશકિતના સંયુકત ઉપક્રમે સતત ૧૭ માં વર્ષે ગોંડલના રાજમાર્ગેા પર ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા–અર્ચના, મહાઆરતી અને શ્રીફળ વધેરીને આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
શોભાયાત્રાના પ્રારભં સાથે જ સમગ્ર ગોંડલ શહેર જય શ્રી રામ અને જય હનુમાનના નાદ સાથે ગુંજી ઉઠું હતું. શોભાયાત્રામાં ૨ મહિલા બુલેટ સવાર જોડાઈ હતી, જે આ વર્ષનું મુખ્ય આકર્ષણ બની રહી હતી. શોભાયાત્રામાં ભગવાન  હનુમાનજી અને ભગવાન શ્રી રામના ભવ્ય રથ સહિત અનેક આકર્ષક લોટસ અને ઝાંખીઓ જોડાઈ હતી. મોટી સંખ્યામાં બાઇક, ગાડીઓ સાથે ૧૫૦૦થી વધુ ધર્મપ્રેમી જનતા આ યાત્રામાં જોડાઈ હતી.
અમર રામ ભકત હનુમાનજી મંદિર (ત્રિકોણીયા, સરદાર ચોક) થી થયેલી આ શોભાયાત્રા શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે બસ સ્ટેન્ડ રોડ અને વિક્રમસિંહજી રોડ, વછેરા વાડા મેઈન રોડ અને ગુંદાળા દરવાજો, જેલ ચોક અને ભુરાબાવા નો ચોરો, નાની બજાર અને માંડવી ચોક, વેરી દરવાજો અને કડીયા લાઈન, ડો. આંબેડકર ચોક અને પોસ્ટ ઓફિસ રોડ પર આ ટ પર ઠેર–ઠેર સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્રારા પુષ્પવર્ષા કરીને શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભકતો માટે ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને શરબતના સ્ટોલ પણ ઠેર–ઠેર ઉભા કરવામાં આવ્યા હતા. વિક્રમસિંહજી રોડ ભગવા રંગની ધજાઓ અને બેનરોથી શણગારવામાં આવતા આખો માર્ગ કેસરીયા રંગે રંગાયો હતો.
તરકોશી હનુમાનજી મંદિર ખાતે થયું હતું.  મહાઆરતી કરવામાં આવી હતી, ત્યારબાદ તમામ ભકતોએ સમૂહ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે બજરગં દળના જીલ્લા પ્રમુખ હિરેનભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરગં દળના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સીટી પોલીસ સ્ટેશનના એ અને બી ડિવિઝનના પી.આઈ., પી.એસ.આઈ. સહિતના સ્ટાફ દ્રારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News