ભાવનગરમાં મેયરના અધ્યક્ષસ્થાને ’75મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ’ યોજાયો

  • August 17, 2024 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર ખાતે સામાજિક વનીકરણ વિભાગ, બોટાદ અને ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને ચંદ્રમૌલી સ્કુલ (શાળા નં-67), અખિલેશ સર્કલ પાસે, ઘોઘા રોડ ખાતે મહાનગરપાલિકા કક્ષાનો 75મો વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં એક સાથે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણીનો અનોખો લોકોત્સવ  એટલે વનમહોત્સવ. તેમણે કહ્યું કે, રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે વૃક્ષો-વનોનાં વિકાસ થકી ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા જનજાગૃતિ લાવી છે. આ સરકારે સૌર ઉર્જા, પવન, પાણી જેવા કુદરતી સંશાધનોનો વિનિયોગ કરીને તથા વૃક્ષોનો વિસ્તાર વધારીને પયર્વિરણ જતનની નેમ દશર્વિી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારની કચેરીઓમાં સૌર ઉર્જાનો ઉપયોગ વ્યાપક બનાવવાની દિશામાં પણ સરકાર આગળ વધી રહી છે.
મેયરએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને લઈ માત્ર ગાંધીનગરમાં ઉજવાતા વન મહોત્સવને રાજ્યની સાથો સાથ સમગ્ર દેશમાં પ્રજા વચ્ચે ઉજવવામાં આવે છે જેના પરિણામ સ્વરૂપે તાજેતરમાં ‘‘એક પેડ માં કે નામ‘‘  અભિયાન હેઠળ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હજારો લોકોએ વૃક્ષારોપણ કર્યુ છે અને હજુ પણ વૃક્ષારોપણનું કાર્ય અવિરતપણે આગળ વધી રહ્યું છે, તેમણે કહ્યું કે, ઔષધિય વૃક્ષો વિવિધ બિમારીઓની દવાઓમાં પણ ઉપયોગી થાય છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને ગુજરાતને લીલુછમમ્મ હરિયાળુ બનાવી પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરીએ.
વન મહોત્સવમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નિર્ધૂમ ચૂલાના લાભાર્થીઓને ચૂલાઓનું વિતરણ, વન વિભાગની વિવિધ યોજના હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન કર્મીઓ તેમજ એન.જી.ઓ.ને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ અવસરે  શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક  કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમના પ્રારંભે મેયર તેમજ અન્ય મહાનુભાવોએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. જ્યારે અંતમાં આર.એફ.ઓ બી.એમ.મારૂએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, ડેપ્યુટી કમિશનર જી.બી.વસાણી, કાળીયાર નેશનલપાર્ક વેળાવદરના સબ ડીએફઓ શ  જોષી, સબ ડીએફઓ  એસ.આર.ડાકી, ગાર્ડન  કમિટીના ચેરપર્સન ભાવનાબેન સોનાણી, નગરસેવકઓ, આગેવાન રાજુભાઇ પંડ્યા, શાળાના બાળકો, શિક્ષકઓ સહિત વનપ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application