શહેરબી ભાગોળે ગોંડલ ચોકડી પુલ પર પુરપાટ ઝડપે જતી થાર જીપના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા થાર પુલની દીવાલ સાથે અથડાઈ આગળ જતા ટ્રકમાં ઘુસી જતા પાડસણ ગામના થાર ચાલક યુવકનું મોત નીપયું હતું જયારે અન્ય સવાર બે વ્યકિતઓને સામાન્ય ઇજા થઈ હતી.
બનાવની પ્રા વિગત મુજબ રાજકોટ તાબાના પાડાસણ ગામે રહેતો અજય યંતીભાઈ રાઠોડ (ઉ.વ.૨૩)નો યુવક પોતાની જીજે ૦૨ ઈજી ૯૯૯૯ નંબરની થાર જીપમાં મિત્ર રાહત્પલ, ઘનશ્યામને બેસાડી પુનિતના ટાંકા નજીક ગોંડલ ચોકડીનો પુલ ચડતા થાર પુરપાટ ઝડપે હંકારી મૂકી હતી અચાનક જ સ્પીડ બ્રેકર આવતા ચાલક અજયએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા થાર બ્રિજની દીવાલ સાથે બે થી ત્રણ વખત અથડાઈ અને આગળ જતા ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે વાહન ચાલકો સહિતના દોડી ગયા હતા અને થારમાં સવાર અન્ય બે મિત્રો રાહત્પલ અને ઘનશ્યામને બહાર કાઢા હતા ચાલક અજયને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તાત્કાલિક ૧૦૮ને મારફતે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યેા હતો. સાથે રહેલા મિત્રોએ પરિવારને જાણ કરતા અજયના પરિવારજનો હોસ્પિટલએ દોડી આવ્યા હતા અને પુત્રના નિષ્પ્રાણ દેહને જોઈ કલ્પાંત મચાવ્યો હતો.
બનાવ અંગે માલવિયા નગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. અકસ્માતમાં ઘવાયેલા યુવક રાહત્પલ સુરેશભાઈ પરમાર (ઉ.વ.૨૨)ના ને રાજકોટ જવું હોવાથી તેને મિત્ર ઘનશ્યામને ફોન કર્યેા હતો. પરંતુ ઘનશ્યામને તેના મિત્રના માતાનું અવસાન થયું હોવાથી અજય સાથે પીપર ગામે જતા હતા તેની સાથે રાહત્પલ અને અજયનો એક મિત્ર પણ હતો. રાત્રીના ૧૫૦ ફટ રોડ પર આંબેડકર નગરમાં અજય તેના મિત્રને ઉતારી ને ઘરે જતા હતા ત્યારે બનાવ બન્યો હતો
એરબેગ ખુલી ગઈ હોવા છતાં જીવ ન બચી શકયો
અકસ્માત સમયે થારની ડ્રાઈવર સાઈડની એરબેગ ખુલી ગઈ હતી એ જોતા જ લાગે શકે છે કેમ થારની સ્પીડ કેટલી હશે કારણ કે બ્રિજની દીવાલ સાથે બે થી ત્રણ વાર જીપ અથડાયા બાદ પણ કાબુમાં ન રહેતા આગળ જતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં અજયને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મોત થયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech