જામનગર જીલ્લા પંચાયતમાં થપ્પડ કી ગુંજ : આખરે સમાધાન

  • June 29, 2021 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જી.પં.ના શિક્ષણ સમિતિના એક પદાધીકારીએ સરપંચના પતિને ફડાકો મારતા પંચાયતના વાતાવરણમાં ગરમા ગરમી : પંચાયતના પ્રમુખનું અકળ મૌન ! : પંચાયતની કચેરી ફરી વિવાદમાં

જામનગર જીલ્લા પંચાયત ફરીથી વિવાદમાં આવ્યું છે, જીલ્લા પંચાયતની શિક્ષણ સમિતીના પદાધિકારીએ મહિલા સરપંચના પતિ કોઇ કામે રજુઆત કરવા આવતા મામલો બિચકયો હતો અને આખરે આ પદાધિકારીએ સરપંચના પતિને ફડાકા ઝીંકી દીધા હતા, પંચાયતમાં ભારે ચચર્િ જાગી હતી પરંતુ આખરે સમાધાન પણ થઇ ગયું હોવાનું સુત્રોનું કહેવું છે.

હવે જામનગર જીલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું છે, જોડીયા તાલુકાના એક ગામના સરપંચના પતિદેવ કેટલાક વિકાસના કામો અંગે જીલ્લા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાં ગયા હતા ત્યારે પ્રમુખની ઉપસ્થીતીમાં આ બંને વચ્ચે કોઇ કામ અંગે બોલાચાલી થઇ હતી ત્યારે આ પદાધિકારીએ સરપંચ પતિને  ચેમ્બર છોડી દેવા કહયુ હતું.
બીજી તરફ એવી વાત પણ બહાર આવી છે કે મહિલા સરપંચના પતિએ રજુઆત સમયે બેફામ વાણી વિલાસ આચર્યો હતો, અને ફડાકા પડયા થી પરંતુ જીલ્લા પંચાયતમાં ચોરે અને ચૌટે ફડાકા કાંડે સારો એવો વિવાદ જગાવ્યો છે, એવી પણ વિગત બહાર આવી છે કે મહિલા સરપંચના પતિ કોંગ્રેસમાં હોય તેમના કામ ન થતા હોવાના આક્ષેપો થઇ રહયા છે.

જામનગર મહાપાલીકામાં તો અનેક વખત ફડાકા કાંડ થાય છે અને તેમા કાંઇ થતુ નથી અને આખરે માફા માફી થઇ જાય છે, આ પ્રકરણમાં પણ વધુ કાંઇ થાય નહી અને પોલીસ ફરીયાદ ન થાય એ માટે કેટલાક અગ્રણીઓ વચ્ચે પડયા હતા, જો કે જીલ્લા પંચાયતના પ્રમુખની ઉપસ્થીતીમાં આ બોલાચાલી થઇ હોવાનું પણ બહાર આવ્યું છે.
આ થપ્પડ કી ગુંજ આગામી દિવસોમાં કેવી ગુંજી ઉઠે છે, તે અંગે આવનારો સમય કહેશે, પરંતુ હાલ તો પંચાયતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS