રેડક્રોસ દ્રારા થેલેસેમીયા ચેકઅપ કેમ્પ

  • December 24, 2024 10:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા. 17/12/2024 મંગળવારના  રોજ રેડક્રોસ દ્રારા ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ કોલેજમાં તથા 18/12/2024ના રોજ જેકુરબેન કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો.. ડેન્ટલ કોલેજમાં  170  વિદ્યાર્થીઓએ તથા જેકુરબેન વિદ્યાલયમાં 307 વિદ્યાર્થીનીઓએ ચેકઅપ કરાવ્યું.  આ આ તકે રેડ ક્રોસ જામનગર તરફથી ડો. અવિનાશભાઈ ભટ્ટ વાઈસ ચેરમેન, ડો. વિહારી છાંટબાર, ભાર્ગવ ઠાકર, કિરીટભાઇ શાહ, કે.પી.ધેટીયા, એ. પી. અમૃતિયા,  વિઠ્ઠલભાઈ ધોળકીયા,  કાજલ ગનીયાણી, નિકુલદાન ગઢવી, અજીત જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા. કેમ્પમાં ડો. જયંત વ્યાસ, ડો. પાર્થ પંડ્યા, ડો. સંકેત સાવલીયા, ડો. જ્ઞાનેશ્વર અગવએ સેવા આપી હતી. ડેન્ટલ કોલેજમાં ડીન નયનાબેન પંડ્યાનો અને જેકુરબેન સ્કુલમાં, મનમોહનભાઈ સોની, આચાર્ય મેધલબેન શેઠ, શેતલબેન ગુસાઈનો સહયોગ મળ્યો હતો. કેમ્પનું આયોજન દિપા સોનીએ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application