થલાઈવી ફિલ્મ માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ થશે : કંગના

  • April 21, 2021 09:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કંગના રનૌતે પોતાની આવનારી ફિલ્મ થલાઈવી વિશે વાત કરી હતી. છેલ્લા કેટલાક દીવસોથી સમાચાર મળી રહ્યાં છે કે કંગના તેની ફિલ્મ થલાઈવીને ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરી શકે છે. એક બાબત એવી પણ સામે આવી હતી કે 23 એપ્રિલે થલાઈવી ફિલ્મ ઓટીટીઉપર રિલીઝ થઈ શકે છે. પરંતુ કંગનાએ આ તમામ વાતોને અફવા માત્ર ગણાવી હતી. અને વધુ એક વખત નેપોગેંગ ઉપર નિશાન તાક્યુ હતું. 

 

 

કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામઉપર સ્ટોરી શેર કરતા સત્તાવારરીતે નિવેદન આપતા લખ્યું હતું કે, થલાઈવીના ડિજિટલ અધિકાર એમેઝોન (તમિલ) અને નેટફ્લિક્સ (હિંદી) પાસે છે. આ બંને પ્લેટફોર્મ સિવાય અન્ય કોઈ પાસે થલાઈવીના રાઈટસ નથી. આ બંને પ્લેટફોર્મ ઉપર પણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયા બાદ જ સ્ટ્રીમ થશે. કંગનાએ આગળ લખ્યું હતું કે આ બનાવટી પ્રોપેગેંડા મુવી માફીયાઓને કૃપા કરીને નજરઅંદાજ કરે. થલાઈવી ફિલ્મ માત્ર અને માત્ર થિએટરોમાં જ રિલીઝ થશે. ઉપરાંત આવી અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી.

 

 

કંગનાએ વધુ લખ્યું હતું કે વેચાયેલા મિડિયાએ ‘ધ ફિલ્મ’(ફિલ્મનું નામ લખ્યા વગર) કહ્યું હતુ કે, તાજેતરમાં જેના ટ્રેલરની ખૂબ ખરાબ રીતે ટીકા કરવામાં આવી હતી. તેમાં ખરાબ એક્ટિંગ અને નાના બાળકોને ગેંગસ્ટરના રૂપમાં દેખાડવામાં આવ્યા છે. તે બકવાસ કાસ્ટિંગનો પણ ભારે મજાક ઉડાડવામાં આવ્યો હતો. હવે તેની ફિલ્મ ડિજીટલ ઉપર રિલીઝ થવાની અણીએ છે. કહેવામાં આવી રહ્યું છે કે કંગના રનૌતે આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને નામ લીધા વિના જ મેણું માર્યુ છે.

 

 

ઉલ્લેખનીય છે કે ફિલ્મ થલાઈવીમાં જયલલિતાનું પાત્ર નિભાવતી કંગના જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યુ છે અને ફેન્સે ખૂબ જ પસંદ પણ કર્યુ છે. ફિલ્મમેકરે એક ગીત પણ રિલીઝ કર્યુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application