જોડીયાના બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધા આપવા બાબત એસ.ટી.તંત્રનું ઠાગા-ઠૈયા

  • April 14, 2021 08:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઇન બોર્ડમાં જોડીયાનું નામ ગાયબ

જોડીયા તાલુકા મથકે આવેલ જોડીયામાં એસ.ટી. તંત્રનું બસ સ્ટેન્ડ વર્ષોથી કાર્યરત છે, તાલુકાના 36 ગામડાઓ જોડીયા સાથે જોડાયેલા છે, સરકારી કામ અર્થે અને તાલુકાની સર્વથી રેફરલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવે છે.

20 થી 30 જેટલી એસ.ટી. બસો જોડીયાથી જામનગર, મોરબી, રાજકોટ, કચ્છ, અમદાવાદા, ગોધરા વગેરે ટો પર એસ.ટી.ની બસ સેવા ચાલું છે, ધ્રોલ ડીપો હેઠળ જોડીયાના બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાના અભાવ આંખે વળગે છે, ક્ધટ્રોલ પોઇન્ટ, કેબીન, પાણીના પરબના મોમાં અલીગઢના તાળા લટકી રહ્યા છે, બસ સ્ટેન્ડમાં સ્ત્રી અને પુષોના શૌચાલયમાં સ્વચ્છતાના અભાવે ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે.

અપડાઉન કરતા સરકારી કર્મચારી તથા વિદ્યાર્થી ભાઇ-બહેનોને એસ.ટી.નો પાસ કઢાવવા માટે જોડીયાથી ધ્રોલ 20 કિલોમીટરના ધકકા ખાવા પડે છે, રાત્રીના 10 વાગ્‌યા સુધી જામનગર કચ્છ અને અમદાવાદ ટોની બસો જોડીયા બસ સ્ટેન્ડમાં અવર જવર ચાલું છે, બસ સ્ટેન્ડના અંદર લાઇટના અભાવે અંધકાર દુર કરવામાં એસ.ટી. તંત્ર તદન નિષ્ફળ નિવડેલ છે, જોડીયાના બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધા પુન: ચાલુ કરવામાં સ્થાનિક સ્તરેથી અનેક વખત ગાંધીનગર, જામનગર, ધ્રોલ, ડીપોમાં રજૂઆત કરવા છતાં ઉપરોકત પ્રશ્ર્ને એસ.ટી. તંત્ર જોડીયાા બસ સ્ટેન્ડ પ્રત્યે આંખ આડા કાનની નિતી આજ સુધી ચાલું રાખેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS