ભારતમાં ટેસ્લાની એન્ટ્રી, બેંગલુરુમાં તૈયાર થશે ઈલેક્ટ્રીક કાર

  • January 13, 2021 08:42 AM 802 views

દિગ્ગજ કારોબારી એલન મસ્ક ભારતમાં પોતાનો બિઝનેસ શરુ કરવા જઈ રહી છે. એલન મસ્કની ઈલેક્ટ્રીક કાર બનાવતી કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થઈ ચુકી છે. ટેસ્લા અહીં લગ્જરી ઈલેસ્ટ્રીક કારનું નિર્માણ અને કારોબાર કરશે. ટેસ્લાએ આધિકારિક રીતે બેંગલુરુમાં નોંધણી પણ કરાવી છે. કંપનીની ઓફિસ બેંગલુરુ ક્લબની સામે રિચમંડ સર્કલ જંકશન પર છે. 
 

રિપોર્ટસ અનુસાર કંપનીએ 1.5 કરોડ સાથે નોંધણી કરાવી છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ટેસ્લાનું સ્વાગત કર્યું છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગણકરીએ કહ્યું છે કે કર્ણાટક ગ્રીન મોબિલિટી તરફ ભારતની યાત્રાનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું હતું કે ઈલેક્ટ્રિક વ્હિકલ નિર્માતા ટેસ્લા ટુંક સમયમાં ભારતમાં બેંગલુરુમાં એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યૂનિટ સાથએ પોતાનું પરિચાલન શરુ કરશે.
 

કોર્પોરેટ બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, 8 જાન્યુઆરીએ ટેસ્લા ઈન્ડિયા મોટર્સ અને એનર્જી પ્રાઈવેટ લિમિટેડની બેંગલુરુમાં નોંધણી કરવામાં આવી હતી. તેના ડિરેક્ટર્સ વૈભવ તનેજા, વેંકટરંગમ શ્રીરામ અને ડેવિડ જ્હોન ફીનસ્ટિન છે. તનેજા ટેસ્લા ખાતે સીએફઓ છે, જ્યારે ફેન્સટીન વૈશ્વિક વેપાર નિયામક છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application