ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ટેસ્લાના આગમનની શકયતાઓ પર અનિશ્ચતતાના વાદળો ઘેરાયા છે. ટેસ્લા તેની હાલની ફેકટરીઓનો ઉપયોગ આ વર્ષના અતં સુધીમાં સસ્તી કારો બનાવવા માટે કરશે, અન્ય કોઈ વિસ્તરણ હમણા થશે નહિ.તેવી આ જાહેરાતકરી તેને લીધે નજીકના ગાળામાં મેકિસકો અને ભારતમાં નવી ફેકટરીઓમાં રોકાણની શકયતાઓ ધૂંધળી બની ગઈ છે.
વિશ્વની ટોચની ઈવી કંપની ટેસ્લાએ જણાવ્યું હતું કે તે નવી મેન્યુફેકચરિંગ લાઇનમાં રોકાણ કરતા પહેલા તેની વર્તમાન ૩ મિલિયન વાહનોની ક્ષમતામાં ઉત્પાદન ૫૦% વધારવાની યોજના ધરાવે છે. આ અપડેટના પરિણામે અગાઉની અપેક્ષા કરતાં ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. અમે વધુ વાહનો બનાવવા પર ભર મૂકી રહ્યા છીએ. ટેસ્લાના રોકાણકારોએ નવી ફેકટરીઓમાં નવા મોડલ બનાવવાનું જોખમ ન લેવાના નિર્ણયને વધાવ્યો હતો. અને આ નિર્ણયને કારણે , કંપનીના ત્રિમાસિક પરિણામોમાં નાણાકીય લયો ખૂટે હોવા છતાં ટેસ્લાના શેર આટર–અવર્સ ટ્રેડિંગમાં ૧૨% ઉછળ્યા હતા.
નિષ્ણાતોને ટેસ્લાના આ પગલું સકારાત્મક લાગે છે. કંપની બજારના પડકારોને અવગણીને માત્ર વિસ્તરણ યોજના સાથે આગળ વધી રહી પણ નથી હાલની પ્રોડકટ લાઇનથી સસ્તું વાહન લાવી રહી છે. રોઇટર્સે ૫ એપ્રિલના રોજ વિશેષ પે અહેવાલ આપ્યો હતો કે ટેસ્લાએ તેનું સસ્તું વાહન, જે મોડેલ ૨ તરીકે ઓળખાય છે, લોન્ચ કરવાની યોજનાને રદ કરી દીધી છે, જે ટેસ્લાએ ટેકસાસ, મેકિસકો અને ત્રીજા દેશમાં બનાવવાની યોજના બનાવી છે. મોડલ ૨ ની કિંમત ૨૫,૦૦૦ ડોલર રાખવાની ધારણા હતી. જાન્યુઆરીમાં, મસ્કએ જણાવ્યું હતું કે ટેસ્લાએ ૨૦૨૫ ના બીજા ભાગમાં સસ્તું નવું મોડલ પહોંચાડવાનું લય રાખ્યું છે, ઉમેયુ હતું કે મોડેલમાં ક્રાંતિકારી ઉત્પાદન તકનીક હશે અને ટેસ્લા માટે વૃદ્ધિની આગામી લહેર પેદા કરશે.
પરંતુ ટેસ્લાના એન્જિનિયરિંગના વડા, લાર્સ મોરાવીએ મંગળવારે જણાવ્યું હતું કે નવી ઉત્પાદન પ્રક્રિયાઓમાં કેટલાક જોખમો રહેલા હોય છે
ટેસ્લાનો હ્યુમનોઇડ રોબોટ ઓપ્ટીમસ બજારમાં આવશે
ટેસ્લાનો હ્યુમનોઇડ રોબોટ ઓપ્ટીમસ હજી પણ લેબમાં છે, પરંતુ તે આવતા વર્ષના અતં સુધીમાં વેચવા માટે તૈયાર થઈ શકે છે, એમ ચીફ એકિઝકયુટિવ ઈલોન મસ્કએ જણાવ્યું હતું. મસ્કે કોન્ફરન્સ કોલ પર રોકાણકારોને જણાવ્યું હતું કે ઓપ્ટીમસ નામનો ટેસ્લા રોબોટ આ વર્ષના અતં સુધીમાં ફેકટરીમાં કાર્યેા કરવા માટે સક્ષમ હશે
"
ટેસ્લા ૬૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
ટેસ્લા ઇન્કએ સમગ્ર ટેકસાસ અને કેલિફોર્નિયામાં ૬,૦૦૦ થી વધુ નોકરીઓ કાપવાની યોજના બનાવી છે. આ યોજના ઈલોન મસ્કની વૈશ્વિક કર્મચારીઓને ૧૦ ટકાથી વધુને ઘટાડવાની ઈચ્છાના ભાગપે છે. ટેસ્લાએ નોકરીમાં કાપનો સૌથી મોટો રાઉન્ડ શ કર્યેા તે પહેલાં વૈશ્વિક સ્તરે ૧૪૦,૦૦૦ કરતાં વધુ કર્મચારીઓ હતા. યારે ઓટોમેકરે ૧૫ એપ્રિલના રોજ કહ્યું હતું કે તે તેના ૧૦ ટકાથી વધુ કર્મચારીઓની છટણી કરી રહી છે, ત્યારે કંપનીના આયોજનથી પરિચિત લોકોના જણાવ્યા અનુસાર,છુટા થનાર લોકોની વાસ્તવિક સંખ્યા ૨૦,૦૦૦ કરતાં વધી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech