અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલી એક હોટલમાં વિસ્ફોટ થયો છે. લાસ વેગાસમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટલની બહાર વિસ્ફોટ થયો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને સાત ઘાયલ થયા હતા. ટ્રમ્પ્ની હોટલની બહાર બ્લાસ્ટની આ ઘટનામાં પોલીસ આ વિસ્ફોટના કારણોની તપાસ કરી રહી છે. આ ઘટના એ જ દિવસે બની જ્યારે અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં એક ટ્રકે ભીડને કચડી નાખી, જેમાં 15 લોકોના મોત થયા. ટેસ્લા ચીફ અને ટ્રમ્પ્ના નજીકના સહયોગી એલોન મસ્કે પણ આ વિસ્ફોટ પર પોતાનું નિવેદન આપ્યું છે.અમેરિકન મીડિયા રિપોટ્ર્સ અનુસાર, તપાસ એજન્સી અને પોલીસ પણ આ લાસ વેગાસ બ્લાસ્ટને આતંકવાદી હુમલા તરીકે જોઈ રહી છે. તપાસકતર્ઓિ ન્યૂ ઓર્લિયન્સમાં ભીડ પર ચડાવી દેવામાં આવેલા ટ્રક અને લાસ વેગાસમાં થયેલા બ્લાસ્ટ વચ્ચેના સંભવિત જોડાણની પણ તપાસ કરી રહ્યા છે. જો કે હજુ સુધી તપાસ કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી.
લાસ વેગાસ શેરિફ કેવિન મેકમહિલે જણાવ્યું કે અજાણ્યો ચાલક ટેસ્લા કર લઈને આવ્યો અને તો હોટલના કાચના ગેટ પાસે રોકી ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો અને આગ લાગી. મેકમહિલે જણાવ્યું હતું કે સાયબરટ્રકની અંદર એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવી હતી. આ સિવાય સાત લોકો ઘાયલ થયા છે. જોકે, કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. તેમણે જણાવ્યું કે ઘટના બાદ હોટલને ખાલી કરાવવામાં આવી છે. મેકમહિલે કહ્યું કે લાસ વેગાસ બોમ્બ વિસ્ફોટ ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલ હોવાના હજુ સુધી કોઈ સંકેત મળ્યા નથી.
બન્ને હુમલા વચ્ચે સંબંધ
ટેસ્લાના વડા ઈલોન મસ્કે ન્યુ ઓર્લિયન્સના હુમલા અને સાયબર ટ્રકમાં વિસ્ફોટ વચ્ચે સંબંધ હોવાની આશંકા વ્યક્ત કરીને કહ્યું છે કે વિસ્ફોટ ફટાકડા અથવા ભાડે લીધેલા સાયબર ટ્રકની પાછળ મૂકવામાં આવેલા બોમ્બને કારણે થયો હોઈ શકે છે. તેણે પરની પોસ્ટમાં એમ પણ કહ્યું કે તે વિસ્ફોટ કાર સંબંધિત નથી. સમગ્ર ટેસ્લા વરિષ્ઠ ટીમ વિસ્ફોટની તપાસ કરી રહી છે.
કનેક્શનની તપાસ: બાઈડેન
અમેરિકી પ્રમુખ જો બાઈડેનએ ગઈકાલે કહ્યું કે તપાસ એજન્સીઓ ન્યૂ ઓર્લિયન્સમાં થયેલા આતંકી હુમલા અને લાસ વેગાસમાં ટેસ્લા સાયબરટ્રકમાં થયેલા વિસ્ફોટ વચ્ચેની કડી શોધી રહી છે. બંને કિસ્સાઓમાં, વપરાયેલી કાર એક જ રેન્ટલ સાઇટ પરથી ભાડે લેવામાં આવી હતી. આ જ કારણ છે કે એજન્સીઓને શંકા છે કે બંને ઘટનાઓ એકબીજા સાથે સંબંધિત હોય શકે છે. બાઈડેનએ કહ્યું કે અમે લાસ વેગાસમાં ટ્રમ્પ હોટેલની બહાર સાયબરટ્રક વિસ્ફોટને ટ્રેક કરી રહ્યા છીએ. જો બાઈડેનએ કહ્યું કે તપાસ એજન્સીઓ અને ગુપ્તચર વિભાગ આ મામલે તપાસ કરી રહ્યા છે. એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે શું ન્યૂ ઓર્લિયન્સમાં થયેલા હુમલાનો આ સાથે કોઈ સંબંધ છે? એફબીઆઈએ આ હુમલાને આતંકવાદી ઘટના ગણાવી છે. ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કએ પણ લાસ વેગાસ અને ન્યૂ ઓર્લિયન્સમાં બનેલી ઘટના વચ્ચે જોડાણની શંકા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સાયબર ટ્રકમાં વિસ્ફોટ વાહનમાં કોઈ ખામીને કારણે થયો ન હતો પરંતુ ફટાકડા કે વિસ્ફોટકોના કારણે થયો હતો. બાઈડેનએ ખાતરી આપી હતી કે અમેરિકન લોકોની સુરક્ષા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે મેં મારી ટીમને ફેડરલ, રાજ્ય અને સ્થાનિક તપાસ એજન્સીઓને દરેક સંભવિત સંસાધન પ્રદાન કરવા કહ્યું છે, જેથી ન્યૂ ઓર્લિયન્સમાં બનેલી ઘટનાની તપાસ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરી શકાય અને એ સુનિશ્ચિત કરી શકાય કે અમેરિકન લોકો અને ત્યાં કોઈ ખતરો નથી. બાઈડેનએ કહ્યું કે એફબીઆઈ તેની તપાસ કરી રહી છે. તેણે જણાવ્યું કે હુમલાખોર શમસુદ્દીન જબ્બાર અમેરિકન નાગરિક હતો અને તેણે યુએસ આર્મીમાં પણ સેવા આપી હતી. હુમલા પહેલા તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને આઈએસઆઈએસથી પ્રેરિત હોવાનું પણ કહ્યું હતું. જો બાઈડેનએ જણાવ્યું કે તેની કારમાંથી આઈએસઆઈએસનો ઝંડો મળી આવ્યો હતો. હુમલા માટે તેણે ભાડે કાર લીધી હતી. વાહનમાંથી કેટલીક વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી અને નજીકમાં કેટલાક વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન એક કારે લોકોને કચડી નાખ્યા હતા, જેમાં 15 લોકોના મોત થયા હતા. આ ઘટનાના થોડા કલાકો પછી, એક ટેસ્લા સાયબરટ્રક લાસ વેગાસમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલની બહાર વિસ્ફોટ થયો, જેમાં એક વ્યક્તિનું મોત થયું અને 7 લોકો ઘાયલ થયા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજી.જી. હોસ્પિટલમાં હાર્ટએટેકના દર્દીઓ માત્ર એક જ પાર્ટ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરના જીમ્મે...
January 24, 2025 11:00 AMઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech