દ્વારકા જગત મંદિરમાં ઘુસ્યા આતંકવાદી

  • October 28, 2020 11:34 AM 
  • દ્વારકા
  • જગતમંદિરમાં સુરક્ષા એજન્સીઓની મોકડ્રીલ 
  • ચારધામ પૈકીનું એક ધામ દ્વારકા હંમેશા આતંકીઓ ના નિશાને રહ્યું હોય આજે દ્વારકા પોલીસ સુરક્ષા એજન્સીઓ દ્વારા જગતમંદિર ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હત

દ્વારકા નગરી માં અગાવ પણ પાડોશી દેશ દ્વારા હુમલો થયેલ હોઈ દરિયા કાંઠે આવેલ દ્વારકા નગરી માં આવેલ જગતમંદિર ની સુરક્ષાને ધ્યાને લઈ આજે દ્વારકા જિલ્લા સુરક્ષા એજન્સીઓ દ્વારા દ્વારકાધીશ મંદિર ખાતેં મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિરમાં 3 આંતકવાદી દ્વારકાધીશ મંદિરમાં ઘુસ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા ઓપરેશન અભેદ્ય કિલ્લા હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મંદિરની અંદર દર્શનાર્થીઓને બચાવી એક આંતકવાદીને ઠાર મારી બે આંતકવાદી ને જીવીત પકડી લેવામાં આવ્યા હતા મંદિર અને મંદિર બહાર વિશાળ સંખ્યામાં સુરક્ષા એજન્સીના જવાનો દ્વારા આ સફળ ઓપરેશન હાથ ધરાયુ હતું ગમે ત્યારે આંતકી હુમલો થાય અથવા આવી પરિસ્થિતિ નિર્માણ પામે તો કેવી રીતે કામગીરી કરવી તે માટે આ મોકડ્રીલ નું જિલ્લા પોલીસ સુરક્ષા એજન્સી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application