શહેરમાં પોલીસની ઓસરતી જતી ધાકના લીધે લુખ્ખાઓ બેફામ બન્યા છે. આ વાતની પ્રતીતિ કરાવતી વધુ એક ઘટના શહેરમાં ગઈકાલ રાત્રિના ૧૫૦ ફટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે સ્ટલગ હોસ્પિટલ નજીક આવેલા હોકર્સ ઝોનમાં બની હતી. અહીં રાત્રિના નાસ્તો કરવા આવેલા પાંચ જેટલા શખસોએ વાહન પાર્ક કરવા જેવી બાબતે અહીં ધંધાર્થી સાથે ઝઘડો કર્યા બાદ બેફામ તોડફોડ કરી હતી. ગ્રાહકોને બેસવાના ટેબલોના ઘા કર્યા હતા દરમિયાન અહીંથી એક વૃદ્ધ પસાર થતા વગર વાંકે વૃધ્ધને પણ મારમાર્યેા હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઇ પોલીસે તપાસ શ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ આજરોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક શખસો નાણાવટી ચોક પાસે આવેલા હોકર્સ ઝોનમાં રાત્રિના બેફામ તોડફોડ કરતા હોવાનું નજરે પડી રહ્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, રાત્રીના અહીં નાણાવટી ચોક પાસે આવેલા હોકર્સ ઝોનમાં બાઈક પર ચારથી પાંચ શખ્સો નાસ્તો કરવા માટે આવ્યા હતા. દરમિયાન વાહન પાર્ક કરવા બાબતે અહીં નાસ્તાની રેકડી ધરાવનાર ધંધાર્થી સાથે તેને બોલાચાલી થઈ હતી. બાદમાં આ શખસોએ ઉશ્કેરાઇ બેફામ તોડફોડ શ કરી હતી અહીં ગ્રાહકો માટે રાખવામાં આવેલા ટેબલોના ઘા કર્યા હતા. નશાની હાલતમાં જણાતા આ શખસોએ અહીં રિતસર આતકં મચાવી દીધો હતો.
આ સમયે અહીંથી એક વૃદ્ધ પસાર થતાં આ શખસોએ વગર વાંકે વૃદ્ધને રોકી તેમની સાથે માથાકૂટ કરી તેમને પણ માર માર્યેા હતો. જેમાં વૃદ્ધને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે વાયરલ થયેલા આ વીડિયોને લઈ યુનિવર્સિટી પોલીસે આ લુખ્ખાઓને ઝડપી લેવા તપાસ શ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીન અને પાકિસ્તાનની નવી ચાલઃ રાફેલને બદનામ કરવા કાવતરું ઘડ્યું, હવે ખુલાસો થયો
June 07, 2025 02:41 PMછત્તીસગઢમાં 45 લાખનું ઇનામ ધરાવતો ટોચનો નક્સલી નેતા ભાસ્કર રાવ ઠાર
June 07, 2025 02:39 PM2.53 લાખનો ચેક રિટર્નના કેસમાં કણજાના પેસ્ટીસાઈડ વેપારી નિર્દોષ
June 07, 2025 02:27 PMફ્લાવર બેડનો મુદ્દો ઉકેલવા સીએમ સમક્ષ કોરપોરેટરોએ માગણી મૂકી
June 07, 2025 02:24 PMપેટા કોન્ટ્રાક્ટરના 1.40 કરોડના ચેક રિટર્નના કેસમાં કોન્ટ્રાક્ટરનો છુટકારો
June 07, 2025 02:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech