જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની ગતિવિધિઓ પછી સુરક્ષા દળો આતંકવાદીઓને શોધી રહ્યા છે. સેનાના 4 જવાનોને મારનાર આતંકવાદીઓની શોધમાં સુરક્ષા દળોએ પાંચમા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. આ દરમિયાન ડોડામાંથી આતંકીઓના એક મદદગારની ધરપકડ કરવામાં આવી છે, જેણે આતંકીઓને ઘણી સુવિધાઓ પૂરી પાડી હતી. શૌકત અલી નામના આ વ્યક્તિ પર સોમવારે એન્કાઉન્ટર પહેલા ઘણા દિવસો સુધી આતંકીઓને આશ્રય આપવાનો અને તેમને ઇન્ટરનેટ આપવાનો આરોપ છે.
પાકિસ્તાન સાથે Wi-Fi દ્વારા કરવી હતી વાતચીત
અહેવાલો અનુસાર શૌકતે આતંકીઓને તેના ઘરના વાઈ-ફાઈ દ્વારા પાકિસ્તાનમાં પોતાના હેન્ડલર સાથે વાત કરાવી હતી. આ સમગ્ર ઓપરેશનમાં શૌકતની ધરપકડ એ મોટી સફળતા છે. કારણકે આતંકી હજુ પણ ફરાર છે. ડોડામાં સેનાના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ સેનાએ આજે પાંચમા દિવસે પણ આ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે સેનાના બે હજાર જવાનોએ 170 કિલોમીટરના વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને દરેક ખૂણે ખૂણે સર્ચ કરવામાં આવી રહ્યું છે.
'ખૂબ જ ટૂંક સમયમાં આતંકવાદીઓને ઠાર કરવામાં આવશે'
આ ઓપરેશનમાં BSF અને જમ્મુ કાશ્મીર પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી ગાઢ જંગલોમાં આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે. ડોડા કિશ્તવાડ રામબન રેન્જના ડીઆઈજી શ્રીધર પાટીલે કહ્યું કે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સંયુક્ત રીતે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં આતંકવાદીઓ સાથે બે એન્કાઉન્ટર થઈ ચૂક્યા છે અને સુરક્ષા દળો આતંકવાદીઓની ખૂબ નજીક છે. ડીઆઈજીએ કહ્યું કે તેમને બહુ જલ્દી મારી નાખવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech