Jammu Kashmir : પુલવામાનાં પન્પોરમાં CRPFટીમ પર આતંકી હુમલામાં બે જવાના શહીદ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં આર્મીના જવાનો ઉપર આંતકી હુમલો થયો છે. પમ્પોરનાં કાંધીજલ બ્રિજ ઉપર CRPFનાં ૧૧૦ બટાલિયન અને જમ્મુ કાશ્મીર પોલીસનાં જવાનોને રોડ ઓપનીંગ ડ્યુટી(ROP)પર તૈનાત કરવામાં આવ્યા હતા. ત્યારે અજાણ્યા આંતકીઓ દ્વારા અંધાધુંધ ફાયરીંગ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

 

આ આતંકી હુમલામાં બે જવાનો શહીદ થયા છે જ્યારે પાંચ જવાનોને ગંભીર ઈજા પહોંચી છે. હાલમાં આ વિસ્તારને સૈનિકો દ્વારા ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ૨૭ સપ્ટેમ્બરે પુલાવામા જીલ્લાના અવંતિપોરાનાં સંબુરા વિસ્તારમાં આંતકવાદીઓ અને ભારતીય આર્મી વચ્ચે જંગ ખેલાયો હતો. ત્યારે સૈનિકો પાસે ૨ થી ૩ આંતકીયો છુપાયેલા હોવાની માહિતી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ આંતકવાદીઓને માર્યા હતા. આ દરમિયાન એક પોલીસકર્મીને ઈજા પહોંચી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS