ગુજરાત ATS દ્વારા જે ત્રણ આતંકીઓને દબોચી લેવામાં આવ્યા છે તે પૈકીનો એક ડો. અહેમદ સૈયદ ઝીલાની વ્યવસાયે ડોકટર હોવાનું સામે આવ્યું છે. ડો. અહેમદે ચીનમાં MBBS કર્યું હતું. ડો. અહેમદ પોતે હૈદ્રાબાદનો જ્યારે મોહમ્મદ સુહેલ અને આઝાદ બંને યુપીના રહેવાસી છે.
ISKP સાથે જોડાયેલા ત્રણેય આતંકીઓના 17 નવેમ્બર સુધીના રિમાન્ડ ગુજરાત ATSને મળ્યા છે. મુખ્ય આરોપીઓમાંનો એક સૈયદ અહેમદ ભણેલો-ગણેલો છે અને તે અબુ ખ્દીજા નામના આરોપીના સંપર્કમાં હતો. આ આતંકીઓ ગુજરાતમાં હથિયારોની આપ-લે કરવાના ઇરાદે 6 નવેમ્બરની રાત્રે આવ્યા હતા અને તેમણે દેશના અનેક સ્થળો પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે આતંકીઓએ એક વર્ષ પહેલાં જ રેકી કરી હતી. ATS હવે બીજા આરોપીઓની ઓળખ કરવા અને અન્ય રાજ્યોમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરશે. ડો. સૈયદનો પૈસા એકત્રિત કરી અને આતંકી હુમલો કરવાનો પ્લાન હતો. ફંડ ક્યાંથી આવવાનું હતું અને કેવી રીતે આવવાનું હતું તેની તપાસ હાથ ધરાશે.
સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ ચાલુ હતો
સૈયદ નામના આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. સૈયદે હૈદરાબાદમાં રહેતા અન્ય બે આરોપીઓ આઝાદ અને સોહિલ પાસેથી રાજસ્થાનના હનુમાનગઢ ખાતેથી વસ્તુઓ મેળવી હતી અને તે હૈદરાબાદ પરત જઈને સાઇનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાની પ્રક્રિયા કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, આ ઝેર પાવડર ફોર્મમાં તૈયાર કરી તેનો ઉપયોગ ખાવામાં ભેળવીને કરવામાં આવે તેમ હતો.
ડો. સૈયદ અહેમદે ચીનમાં તબીબી અભ્યાસ કર્યો, વિદેશી સાથે સંપર્કમાં
ડો. સૈયદ અહેમદના ફોનમાં ઘણી માહિતીઓ હતી. સૈયદ 35 વર્ષનો છે. ચાઇનાથી અભ્યાસ કરેલો છે. ભારતમાં મોટી આતંકી ઘટનાનો અંજામ આપવાનો હતો. ઘણા વિદેશીઓ સાથે સંપર્કમાં હતો. અબુ ખદીજા સાથે ટેલિગ્રામથી સંપર્કમાં હતો. જે અફઘાનિસ્તાનના ISKP સાથે જોડાયેલો હોવાનું તે માને છે.

ઝડપાયેલા ત્રણેય આતંકીઓના નામ
ડો. અહેમદ મોહીદ્દીન અબ્દુલ કાદર ઝીલાની
મોહમ્મદ સુહેલ મોહમ્મદ સુલેમાન
આઝાદ સુલેમાન સૈફી