જમ્મુ–કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આતંકવાદી અફઝલ ગુના નામે રાજકીય હોબાળો મચી ગયો છે. ઓમર અબ્દુલ્લાના વિવાદાસ્પદ નિવેદન વચ્ચે, ૨૦૦૧ સંસદ હત્પમલાના દોષી અફઝલ ગુના ભાઈએ જાહેરાત કરી છે કે તે વિધાનસભા ચૂંટણી લડશે. અફઝલ ગુના ભાઈનું નામ એજાઝ છે અને તેણે જમ્મુ–કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે સોપોરથી ઊભા રહેવાની જાહેરાત કરી છે.એજાઝે કહ્યું કે મારે ચૂંટણી કેમ ન લડવી જોઈએ યારે હત્પં ભાઈ અફઝલ ગુના નામ પર વોટ નહીં માંગું.
સોપોરની બેઠક એક સમયે અલગતાવાદી નેતા અને જમાતના વિચારક સૈયદ અલી શાહ ગિલાનીનો ગઢ માનવામાં આવતી હતી. અફઝલ ગુના ભાઈ એઝાઝ કોઈપણ પક્ષ દ્રારા ટિકિટ આપવામાં આવી નથી પરંતુ તેણે ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે અને તે અપક્ષ તરીકે ચૂંટણી લડશે, એમ તેમણે જણાવ્યું હતું. હિન્દુસ્તાન ટાઈમ્સના આ અહેવાલ મુજબ એઝાઝે કહ્યું, 'હત્પં સોપોરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ. યારે દરેક જણ ચૂંટણી લડે છે તો હત્પં કેમ ન લડું? મારી વિચારધારા મારા ભાઈથી અલગ છે. નવ મહિના પહેલા ખોટા કેસમાં પકડાયેલા મારા પુત્ર શોએબ સહિત જે યુવાનોને ખોટા કેસમાં પકડવામાં આવ્યા છે તેમના માટે હત્પં લડત આપીશ. પશુપાલન વિભાગમાં કામ કરતા એજાઝે ૨૦૧૪માં વીઆરએસ લીધું હતું. ઉલ્લેખનિય છે કે, ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ સંસદ પર હત્પમલાને અંજામ આપવામાં જૈશ–એ–મોહમ્મદના આતંકવાદીઓને મદદ કરનાર અફઝલને ફેબ્રુઆરી ૨૦૧૩માં તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. આ પછી તેને દફનાવવામાં આવ્યો. આ આતંકવાદી હત્પમલામાં નવ લોકો માર્યા ગયા હતા.
'હુ સાબિત કરીશ કે મારા દીકરાએ કઈં ખોટું કયુ નથી'
૫૮ વર્ષીય એજાઝે કહ્યું કે તેમના પુત્રની નવ મહિના પહેલા નાર્કેાટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એકટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તે હજુ પણ જેલમાં છે. તેણે કહ્યું, 'યારે એન્જિનિયર રાશિદના પુત્ર અબરાર રાશિદે તેના પિતા માટે પ્રચાર કર્યેા હતો, તો હત્પં પૂણેમાં અભ્યાસ કરી રહેલા મારા પુત્ર માટે પ્રચાર કેમ ન કરી શકું? હત્પં સાબિત કરીશ કે મારા દીકરાએ કઈં ખોટું કયુ નથી
ભાઈના નામે વોટ નહીં માગું
એજાઝે કહ્યું કે તે તેના ભાઈના નામ પર વોટ નહીં માંગે કારણ કે 'મારી વિચારધારા અલગ છે.' હત્પં માનું છું કે કાશ્મીરની જનતાને દરેક રાજનેતાએ દગો આપ્યો છે, કેટલાક ઓટોનોમીના નામે તો કેટલાકે 'આઝાદી'ના નામે. બધાએ કાશ્મીરની જનતા સાથે દગો કર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGPSC ભરતી: વર્ગ-1 અને 2ની 244 જગ્યાઓ માટે આવતીકાલથી અરજી શરૂ
March 06, 2025 07:27 PMRanya Rao Arrest: દુબઈ કેટલી વાર ગઈ? ધરપકડ કરાયેલી રાન્યા રાવ સુરક્ષાને આ રીતે ચકમો આપતી
March 06, 2025 07:16 PMGujarat: વિધાનસભામાં ચોંકાવનારા આંકડા: કચ્છમાં નોંધાયેલા બેરોજગારો કરતાં વધુને મળી નોકરી!
March 06, 2025 07:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech