પોલીસની લેશ માત્ર ફડક વિના આવાર તત્વો શહેરમાં બેફામ બન્યા છે. છેલ્લા થોડા સમયમાં અનેક વાહનોની તોડફોડ અને આગચંપીની ઘટના સામે આવી છે.
છાકટા બનેલા તત્વો ખાખીનો ખોફ રાખ્યા વિના જાણે પોલીસને ચેલેન્જ ફેંકી રહ્યા હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. ત્યારે ગત રાત્રીના મફતમાં ચાઈનીઝ નુડલ્સ રાઈસ લેવા આવેલા શખ્સોને વેપારીએ ના પાડતા પિતા-પુત્ર પર હુમલો કરી છરીના ઘા અને સોડા બોટલના છુટા ઘા કરી ઈજા પહોંચાડી ચાર બાઈકની તોડફોડ કરતા અને સ્થાનિક રહિશોમાં ભયનું વાતાવરણ ઉભુ થયું હતું. શહેરના કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ, ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા અને કુંભારવાડાના પીપર ચોક, ઘંટી સામે પાઉભાજીની લારી ધરાવતા વેપારી સલીમભાઈ રજાકભાઈ પાદરશીએ બોરતળાવ પોલીસ મથકમાં તૌફિક ઘોઘારી, હારુન અવેશ કટીયા, સિંકદર ઉર્ફે સિકા, અસ્લમ અવેશ કટીયા, શેરબાનું અવેશ કટીયા, હમીદાબેન અવેશ કટીયા સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગત રાત્રીના તૌફિક ઘોઘારી અને હારૂન મીયાણા બન્ને તેની લારીએ આવી નુડલ્સ અને રાઈસ ખાવા માટે માગ્યા હતા પરંતુ તેઓ પાસે વસ્તુ ન હોય જેથી તેઓએ નહી હોવાનું જણાવતા બન્ને જતા રહ્યા હતા.
બાદ તે લારી બંધ કરી ઘરે જતા હતા ત્યારે ઘર પાસે તેને રોકી તે "અમને નુડલ્સ રાઈઝ આપવાની ના પાડેલ છે તેમ છતા બીજા ગ્રાહકોને કેમ આપે છે", તેમ કહી અપશબ્દો આપી છરી-પાઈપ લઈ આવી તુ કેમ અમને ખાવાનું આપતો નથી તેમ કહી તેને તેમજ તેના પિતાને છરીના ઘા ઝીંકી, છુટા સોડા બોટલના ઘા મારી, તેઓને ઢીકાપાટુનો માર ચારેય શખસે માર્યો હતો. તેમજ શેરબાનુ અને હમીદાબેને ઘરની બહાર આવી તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દ જ્યારે ચારેય શખ્સોએ તમે જો અમારા વિરુધ્ધ પોલીસ કેસ કરશો તો જાનથી મારી નાખવા પડશે અને અમે જ્યારે ખાવાનું માંગીયે ત્યારે અમને તારે મફતમાં આપી દેવાનું તેમ કહી ધાક ધમકી આપી તેઓની શેરીમાં પડેલા બે એક્સેસ અને બે બાઈકની તોડફોડ કરી નુકસાન કર્યુ હતું. શખ્સોના આતંકને લઈ વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયુ હતું. જયારે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ઉક્ત ફરીયાદ અનુસંધાને બોરતળાવ પોલીસે બીએનએસ એક્ટ ૩૫૨, ૩૫૧(૩), ૧૧૫(૨), ૧૧૮(૧), ૫૪, ૩૨૪, ૧૨૫(એ) તેમજ જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાકીની ના કહેનારની હત્યાના ગુનાના એક આરોપીના જામીન હાઇકોર્ટ દ્વારા મંજુર
June 05, 2025 02:44 PMબોગસ ખાતા ખોલાવી લાખોનો સાયબર ક્રાઇમના બે આરોપીની જામીનઅરજી રદ
June 05, 2025 02:43 PMમાઈગ્રેન બીમારીનો હોસ્પિટલનો તમામ ખર્ચ વ્યાજ સહિત ચૂકવવા વીમા કંપનીને હુકમ
June 05, 2025 02:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech