ચીનમાં દક્ષિણ-પશ્ચિમ શહેર ઝિગોંગના એક શોપિંગ મોલમાં 14માં માળે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 16 લોકોના મોત થયા હતા.જો કે 30 લોલોને બચાવી લેવામાં તંત્રને સફળતા મળી હતી. સરકારી મીડિયા અનુસાર સિચુઆન પ્રાંતના ઝિગોંગમાં 14 માળની ઈમારતમાં આગ લગતા અનેક લોકો બહાર નીકળી શક્યા જ ન હતા. આગની માહિતી મળતાની સાથે જ 300 ઈમરજન્સી કર્મચારીઓ અને ડઝનબંધ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ઈમરજન્સી વર્કર્સે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને લગભગ 30 લોકોને બિલ્ડિંગમાં લાગેલી આગમાંથી બચાવી લીધા હતા. સ્થાનિક અધિકારીઓને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગનું કારણ ચાલી રહેલું ક્ધટ્રક્શન કામ હતું, જેના કારણે સ્પાર્ક થયો અને પછી આગ ફાટી નીકળી.
જો કે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. ચીનના ઈમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં બચાવ કાર્યકતર્ઓિ અને પ્રાંતીય અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે આગનું કારણ શોધવા માટે જણાવ્યું હતું. તેમજ આ અકસ્માતમાંથી બોધપાઠ લઈ આવી ઘટના ફરી ન બને તે માટે તકેદારી રાખવા તાકીદ કરી હતી. ચીનમાં આવા અકસ્માતો સામાન્ય બની ગયા છે.
ભૂતકાળમાં ઇમારતોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે, જેમાં ડઝનેક લોકોના મોત થયા છે. ઇમારતો બાંધતી વખતે નિયમોનું પાલન ન કરવું એ આગનું મુખ્ય કારણ છે.
આગ એટલી પ્રચંડ હતી કે દુર દુરથી આગના લબકારા દેખાતા હતા. આગ ઓલવવા માટે અગ્નિશમન દળના જવાનોએ પાઈપ, પાણીનો સહારો લીધો અને સાથે ડ્રોન દ્વારા આગ ઓલવવાની કામગીરી પણ કરવામાં આવી હતી. ઝિગોંગ શહેરમાં જ્યાં આગ લાગી હતી તે મોલમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, રેસ્ટોરાં અને મૂવી થિયેટર તેમજ ઘણી કંપ્નીઓની ઓફિસો હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech